જૂનાગઢ પોલીસ ચિત્રકારનાં ઉઘરાણીનાં બાકી પૈસા અપાવી દઈ મદદરૂપ બની

0

જૂનાગઢ જિલ્લા પોલિસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટર ખાતે દીવાલો ઉપર જૂનાગઢ વાસીઓની લોક જાગૃતિ માટે ભીંત ચિત્રો દોરવાની કામગીરી આર.એસ.આઈ. પિયુષ જાેશી તથા સ્ટાફ દ્વારા ઉત્સાહી ચિત્રકારોને બોલાવી, શરૂ કરાવવામાં આવેલ હતા. ભીતચિત્રો દોરવા માટે આવેલ એક ચિત્રકાર દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, જણાવેલ કે, ત્રણ ચાર વર્ષથી પોતાની પત્ની રિસામણે છે અને અમદાવાદ કોર્ટ ખાતે ભરણપોષણનો કેસ કરતા, કોર્ટ દ્વારા ભરણપોષણ ચૂકવવાનો હુકમ થયેલ છે. પોતાનું ક્લરકામ સારૂ ચાલતું હોય, પોતે સમયસર ભરણપોષણની રકમ ચૂકવતો હતો. પરંતુ, કોરોના કાળમાં પોતાનું કામ બંધ થતાં, છેલ્લા દોઢ બે વર્ષથી ભરણપોષણ ચૂકવાયેલ ના હોવાથી અમદાવાદ કોર્ટમાંથી જપ્તી વોરંટ નીકળે તેમ છે. પોતાને પણ એક બિલ્ડર પાસેથી પેઈન્ટર કામના રૂા.૫૦,૦૦૦/- બાકી હોય, બિલ્ડર પણ એક દોઢ વર્ષથી કોરોનાનું બહાનું બતાવી, ઉઘરાણીના રૂપિયા આપતો નથી. જાે એ મને ઉઘરાણીના રૂા.૫૦,૦૦૦/- આપે તો, હું મારી પત્ની અને બાળકના ભરણપોષણના રૂપિયા ભરી શકું અને મારે જેલમાં જવાનો વારો ના આવે એવું દુઃખી હૃદયે જણાવેલ હતું. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા માટે, અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત, પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેવા પ્રયત્નો કરવામાં આવે તેવો ઉદ્દેશ ધરાવે છે. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ પોલીસ હેડ કવાર્ટરના પીએસઆઇ પિયુષ જાેશી સહિતની ટીમ દ્વારા તાત્કાલિક બિલ્ડરનો સંપર્ક કરી, ચિત્રકારના ઉઘરાણીના રૂપિયા પરત આપવા માટે પોલીસની ભાષામાં સમજાવી દેતા, તરત જ બિલ્ડર દ્વારા ચિત્રકારના ઉઘરાણીના રૂા.૫૦,૦૦૦/- પૈકી રૂા.૨૫,૦૦૦/- ચિત્રકારનો સંપર્ક કરી, પહોંચાડી દીધા અને બાકીના રૂપિયા પણ એક મહિનામાં આપી દેવાની ખાતરી આપતા, ચિત્રકાર દ્વારા જૂનાગઢ પોલીસને મળી, સંતોષની લાગણી, આંખમાં ઝલઝળિયા સાથે, પોતાનું છેલ્લા એક દોઢ વર્ષથી અટવાયેલું કામ થઈ ગયેલાનું જણાવી, ભાવ વિભોર થયા હતા. ભીતચિત્રો દોરવા આવેલ ચિત્રકાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર માનેલ હતો. આમ, પોલીસ દ્વારા એક કાંકરે બે પક્ષી મારી, ચિત્રકારની ઉઘરાણી કરાવી દઇ, મદદરૂપ થવાંની સાથે તેની પત્ની અને બાળકની ભરણપોષણની રકમની વ્યવસ્થા કરાવી, તેને પણ મદદરૂપ થવાની કામગીરી કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતે રહેતા ચિત્રકાર તથા તેના પરિવારને મદદરૂપ થઈ, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરી, આના કારણે પોલીસ અને પ્રજા એકબીજાની નજીક આવે તેવા પ્રયત્નો કરવાની જૂનાગઢ પોલીસની સેવાકીય કામગીરીની જૂનાગઢ વિસ્તારમાં ઠેરઠેર પ્રશંસા થઈ રહી છે.

error: Content is protected !!