જૂનાગઢ લો કોલેજનું ઉત્કૃષ્ઠ પરિણામ : સેમે.૧ અને ૪નાં વિદ્યાર્થીઓ ડિસ્ટીકશન માર્કસ સાથે ઉર્તિણ થયા

0

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા જુલાઈ-ર૦ર૧માં લેવાયેલ એલએલ.બી. સેમે.૧ અને ૪ની પરીક્ષામાં જૂનાગઢ જુનીયર ચેમ્બર એજયુકેશન ટ્રસ્ટ સંચાલીત લો કોલેજ જૂનાગઢનું ઉત્કૃષ્ઠ પરિણામ આવ્યું હતું. જેમાં સેમેસ્ટર-૪નું ૯ર.૪૯ ટકા પરિણામ તેમજ સેમેસ્ટર-૧નું ૯પ.૪૯ ટકા પરિણામ આવ્યું હતું. કોલેજનાં સેમેસ્ટર-૧ અને ૪નાં વિદ્યાર્થીઓ ડિસ્ટીકશન માર્કસ સાથે ઉર્તિણ થયા હતા. સેમેસ્ટર-૪માં ૮૯.૮૦ ટકા સાથે ઠેસીયા જયંતિલાલ કે. પ્રથમ, ૮૩.૪૦ ટકા સાથે મંઘાણી જીતેન્દ્ર ડી. દ્વિતીય અને ૭૯.ર૦ ટકા સાથે ગોહેલ ક્રિષ્ના જે. તૃતીય નંબર હાંસલ કર્યો હતો. સેમેસ્ટર-૧માં ૮૧.૮૦ ટકા સાથે તન્ના ઈશા બી. પ્રથમ, ૭૯.૬૦ ટકા સાથે ડાંગર ભવિષ્ય એચ. દ્વિતીય અને ૭૭.૬૦ ટકા સાથે ત્રાંબડિયા મેઘના વી. તૃતીય નંબર હાંસલ કરતા ટ્રસ્ટનાં પ્રમુખ નાનજીભાઈ વેકરીયા, ઉપપ્રમુખ સુરેશભાઈ વેકરીયા, ટ્રસ્ટી મંડળ તેમજ પ્રિન્સીપાલ ડો. પરવેઝ બ્લોચ સહિતનાં કર્મચારી ગણે શુભેચ્છા પાઠવી હતી. આ તકે ટ્રસ્ટનાં પ્રમુખ નાનજીભાઈ વેકરીયાએ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર પ્રો. ડો. ચેતનભાઈ ત્રિવેદીનો સમયસર અને ઝડપી પરિણામ આપવા બદલ વિશેષ આભાર માન્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!