વરૂણદેવને રીઝવવા સોમનાથના કોંગી ધારાસભ્યે ચોરવાડથી સોમનાથ સુધીની ૩૫ કીમી સાયકલયાત્રા કરી મહાદેવને પ્રાર્થના કરી

0

ચાલુ વર્ષે વરૂણદેવ રૂઠયા હોય તેમ ચોમાસુ પુરૂ થવા આવ્યું હોવા છતાં ગીર સોમનાથ જીલ્લા સહિત સૌરાષ્ટ્રમાં માત્ર ૩૦ ટકા જ થયેલ વરસાદથી દુષ્કાળના ડાકલા વાગી રહયા છે ત્યારે વરૂણદેવને રીઝવવા ગઈકાલે સોમનાથના કોંગી ધારાસભ્યે કાર્યકરો સાથે તેમના વતન ચોરવાડ ખાતે આવેલ ઝુંડ ભવાની માતાજી મંદિરથી ૩૫ કીમી સાયકલ યાત્રા કરી જગવિખ્યાત સોમનાથ મંદિર પહોચી સારા વરસાદ માટે મહાદેવને પ્રાર્થના કરી હતી.ચાલુ વર્ષે ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે પહોચી ગઇ છે ત્યારે ગીર સોમનાથ જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં માત્ર ૩૦ ટકા જ વરસાદ વરસેલ છે. જેના લીધે ખેડૂતોએ વાવણી કરેલ મગફળી સહિતના વિવિધ પાકો પાણીના અભાવે નાશ થઈ શકે તેવી ભિતી સર્જાઈ છે. સાથે આગામી સીઝનમાં પણ ખેડૂતો કોઈ પાક લઇ શકશે નહીં અને ઢોર-ઢાખરને પણ નુકશાન થાય તેવી ભિતી ઉદભવી રહી છે. હાલ ગીર સોમનાથ જીલ્લા સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ડેમોના તળીયા દેખાવા લાગ્યા છે. ડેમોમાં એક થી ત્રણ માસ સુધી લોકોને પીવાનું પાણી મળી રહે તેટલો જ જથ્થો છે ત્યારે જાે ચાલુ વર્ષમાં ચોમાસાની સીઝનના અંતિમ દિવસોમાં વરસાદ નહીં વરસે તો ખેડૂતો, લોકો અને અબોલ પશુ-પ્રાણીઓ સહિત તમામે પાણી માટે વલખા મારવા પડશે અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થશે.  જેથી વરૂણદેવને રીઝવવા માટે સોમનાથના કોંગી ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ગઈકાલે તેમના વતન ચોરવાડ શહેરના પ્રખ્યાત ઝુંડ ભવાની મંદિરેથી માતાજીના આશીર્વાદ લઇ સાયકલયાત્રાએ સોમનાથ મંદિરે આવવા નિકળેલ હતા. ધારાસભ્ય સાથે મોટી સંખ્યામાં કાર્યકરો પણ સાયકલ લઇ સાથે જાેડાયા હતા. કોંગી ધારાસભ્ય અને કાર્યકરો ૩૫ કીમીનો સાયકલ પ્રવાસ કરી સોમનાથ મંદિરે પહોંચેલ હતા. જયાં ધારાસભ્ય સહિતનાએ સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધ્વજારોહણ પૂજા-અર્ચના કરી સારો વરસાદ વરસાવી માનવજાત અને પશુ-પ્રાણીઓને દુષ્કાળથી બચાવવા પ્રાર્થના કરી હતી. ચોરવાડથી નિકળેલ ધારાસભ્યની સાયકલયાત્રાનું રસ્તામાં કિંદરવા, સુપાસી, ચાંડુવાવ, બાયપાસ ચોકડી, ટાવર ચોક, કોળીવાડા, ભાલકા, ભીડીયા સહિત ઠેર ઠેર કોંગી અને સામાજીક આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું, યાત્રામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઇ ગોહેલ, શહેર પ્રમુખ દેવેન્દ્ર મોતીવરસ, અશ્વિન સુયાણી, લલીત ફોંફડી, હિરેન બામરોટીયા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જાેડાયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!