કેશોદના શેરગઢ ગામના વાડી વિસ્તારમાં રોજડી બચ્ચાને જન્મ આપી જતી રહી, ખેડૂતે બચ્ચાને સાચવ્યા

0

કેશોદ તાલુકાના શેરગઢ – કૃષ્ણ નગર વિસ્તારની સીમમાં એક ખેતરમાં રોજડીએ બે બચ્ચાને જન્મ આપી બચ્ચાથી વિખુટી પડી જતાં ખેડૂત દ્વારા માનવતા દાખવી બે દિવસ સીધી આશરો આપ્યો હતો. રોજડીના બચ્ચા ભગવાન ભરોસે કુતરા મારી ન નાખે માટે વાડી માલીક દ્વારા છકડો રિક્ષામા કામ ચલાવ વ્યવસ્થા કરેલ હતી. વન વિભાગને જાણ કરતા બે દિવસ સુધી કોઈપણ જાતની વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ખેડૂતે વન કર્મી વિરૂદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વન વિભાગને જાણ કરતા એવો જવાબ આપ્યો કે બચ્ચા જે જગ્યાએ હતા ત્યાં છોડી આવો છતાં ખેડૂતે માનવતા ન છોડી બે દિવસ સુધી રોજડીના બચ્ચાની સાર સંભાળ રાખી હતી. વન વિભાગ દ્વારા પંચ રોજકામ કરી કબ્જાે લઈને બચ્ચાને તેની માતા સાથે મિલન કરાવવાની ફરજ બનતી હોય છે તે પણ તાલુકા વાઈલડલાઈફ વોર્ડનો(આરએફઓ)ની હાજરીમાં જીપીએસ લોકેશન સાથે વિડીયો બનાવી મુકત કરવામાં આવે છે. પરંતુ કાયદાના બધા જ નિયમો નેવે મુકીને(આરએફઓ) દ્વારા ફોરેસ્ટરને મૌખીક સુચના આપી તે બચ્ચાઓને બિન કાયદેસર રીતે કબ્જાે લીધા વગર ખેતરમાં છુટા મુકી દેવાનો આદેશ કરતા વાડી માલિક દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે. આ બાબત એનજીઓ તરફથી આરએફઓને ટેલિફોનથી માહીતી માટે ફોન કરતા રિસીવ કરેલ નહોતો આ રીતે કેશોદ વન વિભાગના આરએફઓ મનમાની ચલાવી રહ્યા છે તેવું ખેડૂતોમાં ચર્ચાઈ રહ્યું છે. થોડા સમય પહેલા પણ વન મહોત્સવમાં આમંત્રણ બાબતે વ્હાલા દવલાની નીતી અપનાવવા બાબતે આરએફઓ ગુલાબ સુહાગીયા મીડયામાં આવી જ રીતે વિવાદમાં ચમકેલ હતા. મનમાની કરતા આરએફઓની તાત્કાલિક બદલવામાં આવે તેવી માંગ કરવામાં આવશે તેવું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વન્ય જીવો ઉપર સહાનુભુતી પણ નહી અને ખેડૂતના ફોન પણ નથી ઉપાડતા તેમજ પ્રલાન્ટેશનના કામોમાં પણ અનેક સંકા કુસંકા સેવાઇ રહી હોય જે બાબતે આરટીઆઈ પણ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. આરએફઓ સાથે થયેલ વાત મુજબ રોજના બચ્ચાનો કબ્જાે  લઈ શકાય તેની માતાથી વિખુટા ના પડાય  એ મુજબ સ્થળ ઉપર જ રાખવા જરૂરી છે. બચ્ચા કોઈ જાતની બીમાર કે ઈજાગ્રસ્ત નથી  છતા મોડી રાતે બોલેરો ગાડીમાં આ બચ્ચાને કોઈ પણ જાતની પીંજરાની સેફટી વગર બકરા પુરે તે રીતે ગાડીની સીટોના વચ્ચેના ભાગે અસલામત રીતે રાખીને એનીમલ કેર ખાતે લઈ ગયેલ હોય આ બાજુ તેની માતા ખેડૂતોના ખેતર આસપાસ રધવાઈ થઈ બચ્ચા માટે ફરી રહેલ પણ કદાચ જાેવા મળે. વન્ય જીવને કોઈપણ ઈજાગ્રસ્ત ના હોય તો તેમને મુળ નિવાસથી દુર લઈ જઈ શકાતું નથી તો કયા કારણોથી બે દિવસ જેટલો સમય પછી આ નાટક કરવાનું કોઈ ખાસ કારણ આપી શકશે તેવું પર્યાવરણ પ્રેમીઓમાં આ બાબતે રોષ ફેલાયો છે. તટસ્થ તપાસ થાય તેનું કારણ જાહેર કરે એનીમલ કેર સેન્ટરમાં તેમની માતા હોવા છતાં કેમ રિફર કરવામાં આવેલ કે પછી તે બચ્ચાને વાડી વિસ્તારમાં રામભરોસે છોડી મુકવાનો આરએફઓએ આપી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જે સુચના અનુસાર જગ્યા ઉપર બચ્ચાને જન્મ આપેલ વાડી વિસ્તારમાં મુકત કરવા તેવું જણાવેલ તો છતાં તેને રિફર શા માટે કરવા પડયા ? જે વિસ્તારમાં રિલીજ કરેલ હોય ત્યાંના જીપીએસ વીડીયો જાહેર કરી દુધનું દુધને પાણીનું પાણી કરી બતાવે  તેવી નેચર નીડ યુથ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અભય વ્યાસ દ્વારા ઉચ્ચ તપાસની માંગ સાથે  ગાંધી ચિંધ્યા  માર્ગ કચેરી સામે ધરણા કરવાની ફરજ પડશે તેવું જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોની ખેત પેદાશોમાં રોજ ભુંડ દ્વારા ભારે નુકશાન પહોંચાડવામાં આવે છે. ખેત પેદાશોની નુકશાની ટાળવા ખેડૂતો દિવસ રાત રખોપું કરે છે. છતાં પણ બિમાર કે વિખુટા પડેલા જંગલી પ્રાણીઓને સાર સંભાળ રાખવા ખેડૂતો માનવતા નથી મુકી શકતા ત્યારે વન વિભાગ દ્વારા પણ ખેડૂતોને સાથ સહકાર આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!