દ્વારકામાં તા. ૩૦-૮-ર૧ સોમવારનાં રોજ શ્રી દ્વારકાધીશ મંદિર ખાતે શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને ભકતો માટે દર્શનનો સમય નીચે મુજબ રહેશે. શ્રીજીની મંગલા આરતી ૬ કલાકે, મંગળા દર્શન ૬ થી ૮, શ્રીજીનાં ખુલ્લા પડદે સ્નાન દર્શન અભિષેક ૮ કલાકે, શ્રીજીનો અભિષેક પશ્ચયાત પૂજન ૯ કલાકે, શ્રીજીને સ્નાન ભોગ અર્પણ ૧૦ કલાકે, શ્રીજીને શૃંગાર ભોગ અર્પણ ૧૦.૩૦ કલાકે, શ્રીજીને શૃંગાર આરતી ૧૧ કલાકે, શ્રીજીને ગ્વાલ ભોગ અર્પણ ૧૧.૧પ કલાકે, શ્રીજીને રાજભોગ અર્પણ ૧ર કલાકે, જયારે ૧ પ દરમ્યાન મંદિર બંધ રહેશે. જયારે સાંજે ઉત્થાપન દર્શન પ કલાકે, શ્રીજીને ઉત્થાપન ભોગ અર્પણ પ.૩૦ કલાકે, શ્રીજીને સંધ્યા ભોગ અર્પણ ૭.૧પ કલાકે, શ્રીજીને સંધ્યા આરતી દર્શન ૭.૩૦ કલાકે, શ્રીજીને શયન આરતી દર્શન ૮ કલાકે, શ્રીજીને શાયન આરતી દર્શન ૮.૩૦ કલાકે જયારે ૯ કલાકે દર્શન બંધ થશે. તેમજ શ્રીજી જન્મોત્સવની આરતી દર્શન ૧ર કલાકે થશે અને ર.૩૦ કલાકે દર્શન બંધ થશે. જયારે તા. ૩૧-૮-ર૧ મંગળવારનાં રોજ સવારે શ્રીજીનાં પારણા ઉત્સવ ૭ કલાકે તેમજ સવારનાં ૧૦.૩૦ થી સાંજનાં પાંચ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. અને સાંજનાં ઉત્થાપન દર્શન પ કલાકે, નિત્યાક્રમ મુજબ દર્શન પ થી ૬ કલાકે, શ્રીજીનાં દર્શન ૬ થી ૭ બંધ રહેશે. જયારે શ્રીજીનાં દર્શન સાંજનાં ૭ થી ૭.૩૦, શ્રીજીની સંધ્યા આરતી દર્શન ૭.૩૦ કલાકે, શ્રીજીને શયન ભોગ અર્પણ ૮.૧૦ કલાકે, શ્રીજીની શયન આરતી દર્શન ૮.૩૦ કલાકે થશે તેમજ ૯.૩૦થી મંદિર બંધ રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews