Tuesday, September 27

શ્રાવણમાં શ્રવણોત્સવ : સાંદીપનિમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે શિવકથાનો મંગલ પ્રારંભ

0

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના સંસ્થાપક, સંસ્કૃતિ અને સંસ્કૃતભાષાના સંપોષક તથા સંવાહક, દેશ-વિદેશમાં શ્રીમદ ભાગવત કથા અને શ્રીરામ કથાના માધ્યમથી અનેક લોકોના જીવનને ધન્ય બનાવનારા પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી આ વર્ષે પવિત્ર શ્રાવણ માસમાં તા.૨૭-૮-૨૦૨૧ થી ૬-૯-૨૦૨૧ દરમ્યાન સાંદીપનિ વિદ્યાનિકેતન, શ્રી હરિ મંદિરમાં ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભગવાન આશુતોષની મંગલકથા શિવકથાનું આયોજન થયેલ છે. કોવિડ-૧૯ની મર્યાદાઓને ધ્યાને લઈને સરકારની માર્ગદર્શિકા અનુસાર મર્યાદિત ભાવિકોની ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ ઉપક્રમ યોજાશે. અન્ય ભાવિકો પોતાના ઘરેથી જ સોશ્યલ મીડિયાના માધ્યમથી આ સમગ્ર ઉપક્રમમાં જાેડાશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!