ભેંસાણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા આમ આદમી પાર્ટીની માંગ

0

ભેંસાણ તાલુકામાં વરસાદ ખૂબજ ઓછા પ્રમાણમાં થવાથી ખેડૂતોના પાક સંપૂર્ણ નાશ થઈ જતા આ પંથકને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી ઉઠી છે.
ભેંસાણ તાલુકા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મામલતદાર કચેરીએ પહોંચી આવેલ આવેદનપત્રના જણાવ્યું છે કે, વાવણી બાદ આ પંથકમાં એક પણ વરસાદ સારો થયેલ નથી. ખેડૂતોએ મોંઘા બિયારણ, ખાતર, દવા ખરીદી વાવણી કર્યા બાદ વરસાદ નહી થતા મોલાત સુકાઈ રહી છે. ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે ત્યારે આ પંથકને તાત્કાલીક અસરથી દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા પત્રમાં જણાવ્યું છે તેમજ સૌની યોજના અંતર્ગત ડેમો ભરવા માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!