તપાસ એજન્સીઓ પણ ન્યાયતંત્રની જેમ માનવબળ અને આંતરમાળખાકીય અભાવનો સામનો કરી રહી છે : મુખ્ય ન્યાયમુર્તિ રમન્ના

0

સુપ્રીમકોર્ટે બુધવારે જણાવ્યું હતું કે, સીબીઆઇ અને એનફોર્સમેન્ટ ડીરેક્ટોરેટ(ઇડી) જેવી તપાસ એજન્સીઓ ઉપર પણ કામનું વધુ પડતું ભારણ છે અને તેમને પણ ન્યાયતંત્રની જેમ મેનપાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવનો સામનો કરવો પડી રહ્યો છે. મુખ્ય ન્યાયમૂર્તિ જસ્ટીસ એન.વી. રમન્નાના વડપણ હેઠળની ડિવિઝન બેંચે આ પરિસ્થિતિને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે સાંસદો અને વિધાનસભ્યો સાથે સંકળાયેલા મોટા ભાગના કેસ તપાસ એજન્સીઓ પાસે તપાસના વિવિધ તબક્કામાં અનિર્ણિત અને પડતર છે. તેમણે જણાવ્યું હતંુ કે, અમે તપાસ એજન્સીઓને નિરૂત્સાહ બનાવવા માંગતાં નથી. તેમના ઉપર પણ વધારે પડતો કાર્યબોજ છે. એજ રીતે એક ટ્રાયલ કોર્ટ ૧૦૦૦ જેટલા કેસો સાથે કામ લે છે. તમે તેમની પાસે કાર્ય કરે તેવી અપેક્ષા કઇ રીતે રાખી શકો ? અમે ચોક્કસ કાયદા હેઠળ આ કેસો સાંભળવા સ્પેશિયલ કોર્ટને જણાવ્યું છે. પરંતુ તેમાં કોઇ કાર્યવાહી થઇ નથી. આ ડિવિઝન બેંચના અન્ય સભ્યોમાં જસ્ટીસ ડી વાય ચંદ્રચૂડ અને જસ્ટીસ સૂર્યકાંતનો પણ સમાવેશ થાય છે. તેઓ વર્ષોથી વર્તમાન અને પૂર્વ સંસદસભ્યો અને વિધાનસભ્યો સામે પડતર સેંકડો ક્રિમિનલ કેસ અંગેની એક પિટિશનની સુનાવણી કરી રહ્યાં હતાં. આમાંના કેટલાક કેસોની તો સીબાઇ કે ઇડી જેવી તપાસ સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી છે તેમ છતાં કેસો એક દાયકા કરતાં વધુ સમયથી પડતર છે. મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું છે કે અમે જાણીએ છીએ કે શ્રમ શક્તિ મુળ મુદ્દો છે. આપણે તેમાં વ્યવહારૂ અભિગમ દાખવવો પડશે. અમારી જેમ જ તપાસ એજન્સીઓ મેનપાવરના અભાવનો સામનો કરી રહી છેે અને બીજુ આજે દરેક વ્યક્તિ સીબીઆઇ તપાસ ઇચ્છે
છે.  તેમણે સોલિસીટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે અમને આ મુદ્દા ઉપર તમારો સહકાર જાેઇએ. આપ અમને તપાસ એજન્સીઓમાં મેનપાવરના અભાવ અંગે માહિતગાર કરો. સુપ્રીમકોર્ટ જઘન્ય અપરાધોમાં દોષિત સાંસદો અને વિધાનસભ્યોના ચૂંટણી લડવા ઉપર આજીવન પ્રતિબંધ અને તેમની વિરૂધ્ધના કેસોનો જલ્દી નિવેડો લાવવા માટે દાદ માંગતી વકીલ અશ્વિની ઉપાધ્યાયની જનહિતની અરજી ઉપર સુનાવણી કરી રહી હતી. અદાલતના મિત્ર (એમિકસક્યુરી) અને સિનીયર એડવોકેટ વિજય હંસારીયાએ સુપરત કરેલ રિપોર્ટમાં જણાવાયું હતું કે, ૫૧ સાંસદો અને ૭૧ વિધાનસભ્યો સામે પીએમએલએ એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!