અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોની વાપસી અને તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનનો કબજાે સંભાળવામાં આવ્યા બાદ હવે ચીન હવે પોતાની ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) કાબુલ સુધી લંબાવવાના પોતાના સપનાને સાકાર કરવા પ્રેરાયું છે. આમ અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તાએ ચીનને કાબુલ સુધી સીપીઇસી લંબાવવાનું તેનું સપનું આગળ વધારવામાં મદદ કરી છે. ભારત અફઘાનિસ્તાનની ઘટનાઓ ઉપર ચીનના પ્રતિસાદનું સતત મોનિટરીંગ કરી રહ્યું છે અને સૂત્રોએ જણાવ્યું છે કે બેઇજિંગ આ યુદ્ધગ્રસ્ત દેશમાં પોતાની પહોંચ વધારવા પાકિસ્તાનનો ગેરલાભ ઉઠાવવાની તકની રાહ જાેઇ રહ્યું છે. ગુપ્તચર અહેવાલો ઉપર આધારીત સમીક્ષા અનુસાર ચીને અફઘાનિસ્તાનમાં તાજેતરની ઘટનાઓ વચ્ચે કાબુલમાં સીપીઇસી લંબાવવા માટે પેશાવર-કાબુલ મોટર વેનું નિર્માણ કરવા માટેની વધુ ફરી વખત દરખાસ્ત રજૂ કરી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની વાપસીએ દેશમાં ચીનના રસને ફરી જાગૃત કર્યો છે એવું ગુપ્તચર સમીક્ષા જણાવે છે. અમેરિકાની વાપસી બાદ અફઘાનિસ્તાનમાં ચીન પ્રવેશ કરવાનો પ્રયાસ કરશે એવી ભારતીય સુરક્ષા તંત્રને અપેક્ષા હતી જ. ગઇ સાલ ઇન્ડિયન એરફોર્સના વડા આર કે એસ બદુરીયાએ એક ઇવેન્ટમાં બોલતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન ચીનની નીતિનો હાથો બની ગયું છે અને હવે ચીન અમેરિકન દળોની વાપસી બાદ અફઘાનિસ્તાનમાં પ્રવેશવા માટે પાકિસ્તાનનો ઉપયોગ કરી શકે છે. અફઘાનિસ્તાનમાં અમેરિકાની વાપસીએ હવે ચીન માટે આ પ્રદેશમાં વિકલ્પો ખોલી નાખ્યાં છે. ચીન માટે હવે બંને વિકલ્પો છે. એક તો અફઘાનિસ્તાનમાં સીધો પ્રવેશ કરવો અથવા પાકિસ્તાન દ્વારા પ્રવેશ કરવાનો પણ વિકલ્પ છે. સીપીઇસી એ પાકિસ્તાન અને ચીન વચ્ચેનો દ્વિપક્ષીય પ્રોજેક્ટ છે જેમાં ૩૦૦૦ કિ.મી. જેટલા લાંબા રોડ, રેલવે અને પાઇપ લાઇનના નેટવર્કનો સમાવેશ થાય છે અને આ પ્રોજેક્ટના પગલે ચીન, પાકિસ્તાન અને અન્ય દેશો વચ્ચે વ્યાપાર થઇ શકશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews