ભારત કદાચ નજીકના ભવિષ્યમાં એર ટેક્સીની સેવા જાેઈ શકશે. આ નવી સુવિધાને પગલે શહેરના રસ્તાઓ ઉપર ટ્રાફિક અને પ્રદૂષણની સમસ્યામાં ઘટાડો થશે. સરકારે ગુરૂવારે જાહેર કરેલી ડ્રોન નીતિ ૨૦૨૧ હેઠળ આ અંગે દાવો કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે એર ટેક્સી ક્ષેત્રે સંશોધન કરવામાં આવી રહ્યું છે, ઘણા સ્ટાર્ટઅપ પણ આવી રહ્યા છે. એ સમય દૂર નથી જ્યારે લોકો ઓલા, ઉબેરની જેમ રસ્તાઓ ઉપર આવી ટેક્સી પણ જાેઈ શકશે. નવી ડ્રોન નીતિ હેઠળ આ વાત શકય બની શકે તેમ છે તેવો દાવો કેન્દ્રીય મંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશમાં ડ્રોનને સંચાલિત કરવાના નિયમો હળવા બનાવવાની જાહેરાત કરતાં નવા નિયમો જાહેર કર્યા હતા. પહેલાં ડ્રોનના સંચાલન માટે ૨૫ ફોર્મ ભરવાની જરૂર હતી, જેની સંખ્યા હવે ઘટાડીને પાંચ કરવામાં આવી છે. એટલું જ નહીં ઓપરેટરો પાસેથી વસૂલવામાં આવતી ફીના પ્રકારો ૭૨થી ચાર સુધી ઘટાડી દીધા હતા. બુધવારે ડ્રોન નિયમો ૨૦૨૧ની જાહેરાત કરવામાં આવી હતી, તેઓ માનવરહિત એરક્રાફટ સિસ્ટમ (યુએસએ) નિયમો ૨૦૨૧ને વટાવી ગયા છે, જે ૧૨ માર્ચથી અમલમાં આવ્યો હતો. નવા નિયમો હેઠળ ફીનું પ્રમાણ ખૂબ જ નજીવું કરી દેવામાં આવ્યું છે. ફીને ડ્રોનના કદ સાથે જાેડવામાં આવી છે. દાખલા તરીકે રિમોટ પાયલોટ લાઈસન્સ માટેની ફી રૂા.ત્રણ હજાર (મોટા ડ્રોન માટે) ઘટાડીને રૂા.૧૦૦ તમામ ડ્રોન માટે અને ૧૦ વર્ષ માટે માન્ય છે. નવા નિયમો હેઠળ વિવિધ મંજૂરીઓની જરૂરિયાત પણ નાબૂદ કરવામાં આવી છે. ડ્રોન સંચાલનના નિયમોમાં પાયાથી પરિવર્તન કરવામાં આવ્યું હતું. કેટલીક મહત્ત્વપૂર્ણ જાેગવાઈઓ મુજબ હવેથી નિયમોના ઉલ્લંઘન બદલ વધુમાં વધુ દંડ ઘટાડી રૂા.એક લાખ કરવામાં આવ્યો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews