જૂનાગઢમાં પૂર્વ મેયરનાં પુત્રને કોર્ટની લોબીમાં જ એક દંપતિએ તેનાં ભાઈની હત્યાની ફરીયાદ પરત ખેંચી લેવા ખૂનની ધમકી દીધાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાય છે. જૂનાગઢમાં થોડા સમય પહેલાા પૂર્વ મેયરનાં પુત્ર ધર્મેશ પરમારની હત્યા થયેલ હતી. જે કેસ માટે ધર્મેશનો ભાઈ અને હત્યા કેસનો ફરીયાદી રાવણ લાખાભાઈ પરમાર, શ્યામ ચૌહાણ અને અતુલ ચૌહાણ સાથે જૂનાગઢ કોર્ટમાં તેમનાં વકીલને મળવા ગયેલ હતાં. ત્યારે કોર્ટની લોબીમાં જ ભરત ઉર્ફે પુરાના બગડા અને તેની પત્ની ઉભા હતાં અને તેઓએ રાવણને ધમકી આપી કે ફરીયાદ પાછી ખેંચી લેજે, નહીતર તારા ભાઈની જેમ અમે તને મારી નાંખશું. અમે સુરેશ સોમા સોલંકીનાં માણસો છીએ તેમ કહીને ગર્ભીત ધમકી દીધાની ફરીયાદ રાવણ પરમારે એ ડીવીઝનમાં નોંધાવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews