જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીને એક વર્ષ પૂર્ણ થતા વિવિધ શૈક્ષણિક સંઘના સંચાલકો દ્વારા સન્માનિત કરાયા

0

જૂનાગઢ જિલ્લા શિક્ષણઅધિકારી આર.એસ. ઉપાધ્યાયએ ચાર્જ સંભાળ્યા બાદ એક વર્ષ પૂર્ણ થતા જૂનાગઢ જિલ્લામાં સારી કામગીરીના ભાગરૂપે આર.એસ. ઉપાધ્યાયને વિવિધ  સંઘો દ્વારા મોમેન્ટો આપી તેમને સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઈ નાઘેરા, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સભ્ય રાજુભાઇ ભેડા તેમજ સંચાલક મંડળના કનુભાઈ સોરઠીયા, લક્ષ્મણભાઈ, રાવલીયા નરસીભાઇ માંડવીયા તેમજ આચાર્ય સંઘના લુણાગરિયા, પાવાગઢી, કુસુમબેન બારીયા, જયશ્રીબેન તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ વેજાભાઇ પિઠીયા, ગોપાલભાઈ તેમજ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ નિલેશભાઈ સોનારા, શ્રી જલુ, જીતુભાઈ ખુમાણ તેમજ  મેર કન્યા છાત્રાલયના ટ્રસ્ટી તેમજ આચાર્ય રમાબેન બાપોદરાએ સારી કામગીરી  બદલ બિરદાવવામાં આવેલા હતા. આ કાર્યક્રમનું સંચાલન ગોપાલભાઈ કરેલ હતું. કાર્યક્રમના અંતે આભારવિધિ ઉત્કર્ષ મંડળના પ્રમુખ રાઠોડે કરેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!