કેશોદ આહિર યુવક મંડળ દ્વારા વિનામૂલ્યે મીઠાઈ ફરસાણનું વિતરણ

0

કેશોદ શહેરમાં ચાર ચોક વિસ્તારમાં આહિર યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદ ડીવાયએસપી જે. બી. ગઢવી ઉપરાંત આહિર યુવક મંડળનાં હમીરભાઈ ભેડા મહેશભાઈ ડાંગર, રાજુભાઈ બોદર, ભીમસીભાઈ કરંગીયા, મેઘાભાઈ સિહાર, ગોવિંદભાઈ, મુકેશભાઈ વિરડા, મેહુલભાઈ ગોંડલીયા સહિતના યુવાનો હાજર રહ્યા હતાં. કેશોદ તાલુકાનાં અખોદર ગામનાં આહિર યુવાનો દ્વારા બે દિવસ જહેમત ઉઠાવી ફરસાણ અને મીઠાઈ તૈયાર કરી પેકીંગ કર્યું હતું. કેશોદ શહેરમાં આહિર યુવક મંડળ દ્વારા છેલ્લાં દશ વર્ષથી દર વર્ષે જરૂરતમંદ પરિવારોને વિનામૂલ્યે ફરસાણ અને મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે જે અન્ય સમાજને પ્રેરણા પુરી પાડે છે. કોરોના મહામારી પછી આવેલી વૈશ્વિક મંદી અને આર્થિક મુશ્કેલીઓ વચ્ચે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને તહેવારો દરમ્યાન ચિંતાતુર હોય છે ત્યારે આહિર યુવક મંડળ દ્વારા જરૂરીયાતમંદ લોકોના ઘરે ઘરે જઈને વિનામૂલ્યે એક કિલો ફરસાણ અને બે  મીઠાઈની કિટોનું વિતરણ કરવામાં આવતાં આ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!