જૂનાગઢ રેન્જના મહાનિરીક્ષક મનિદર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના માર્ગદર્શન હેઠળ ચોકકસ બાતમીના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.આઈ. ભાટી અને સ્ટાફે માણાવદર તાલુકાના એકલેરા ગામના દાસાભાઈ બાવનજીભાઈ છેલાણાના ખેતમાં આવેલ મકાન દાસાભાઈએ સમેગા ગામના કાળાભાઈ દેવસીભાઈ તથા પ્રકાશભાઈ મનસુખભાઈને જુગારનો અખાડો ચલાવવા ભાડે આપેલ અને આ મકાને બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરતા કુલ ૧પ શખ્સો સ્થળ ઉપરથી મળી આવ્યા હતા જેમાં કાળાભાઈ દેવસીભાઈ, પ્રકાશભાઈ મનસુખભાઈ, માલદેભાઈ રામાભાઈ, પંકજ જાદવભાઈ, જીવાભાઈ એભાભાઈ, એભાભાઈ જીવાભાઈ, ભુરાભાઈ મેરામણભાઈ, દિનાનાથ નારાયણ, મનોજ શંકરલાલ, પુંજાભાઈ ભીખાભાઈ, જનકગીરી શિવગીરી, પ્રકાશભાઈ મેઘજીભાઈ, રોહીતભાઈ રમેશભાઈ, મહેશભાઈ લાખાભાઈ અને ભરતભાઈ રામભાઈને ઝડપી લઈ રૂા.ર૪૬પ૦ની રોકડ, નાલના રૂપિયા ૯૦૦૦, મોટર સાયકલ, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂા.૩પ૦૬પ૦નો મુદામાલ જપ્ત કરી તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews