જામકંડોરણા : મહિલાઓને કારમાં લીફટ આપી બેભાન કરી અને દાગીનાની ચોરી કરનાર ગેંગને ઝડપી લેતી પોલીસ

0

રાજકોટ ગ્રામ્ય જીલ્લા જામકંડોરણા પોલીસ સ્ટેશનના જસાપર ગામના ચંન્દ્રીકાબેન મનસુખભાઈ રામોલીયાને જસાપર વૈભવ પેટ્રોલીયમ પાસેથી ગાડીમાં બેસાડી અને બે શખ્સોએ કેફી પ્રવાહીવાળી કોલ્ડ્રીંગ પીવડાવી દઈ અને મહિલા બેભાન થઈ જતા તેના સોનાના દાગીના તથા રોકડ અને મોબાઈલની ચોરી કરી લઈ અને આ મહિલાને નિલાખા ગામ નજીક નેશનલ હાઈવે ઉપર ઉતારી આરોપીઓ નાસી ગયા  હોવાની ફરીયાદ પોલીસ દફતરે નોંધાઈ હતી. દરમ્યાન રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિકક્ષક બલરામ મીણાની સુચના અંતર્ગત એલસીબીના પીઆઈ એ.આર. ગોહીલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન આ બનાવમાં સંડોવાયેલા અજયસિંહ ઉર્ફે અર્જુનસિંહ ભીખુભા સોઢા તથા  બલભદ્રસિંહ ઉર્ફે ડુગો પથુભા જાડેજા નામના શખ્સને પોલીસે ઝડપી લીધેલ છે. જયારે સબાના સમિરભાઈ કાદરીને ઝડપી લેવા ચક્રો ગતીમાં કરેલ છે. પકડાયેલા શખ્સો પાસેથી સોનાના દાગીના, મોબાઈલ ફોન, રોકડ તેમજ બેભાન કરવા માટે ઉપયોગમાં લેવાતા પાવડરની પડીકી, એસન્ટ કાર વગેરે મળી કુલ રૂા.૧૮૦૪૦૦નો મુદામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!