રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો આજે જન્મદિવસ

0

આજે ૨૮ ઓગસ્ટ એટલે ઝવેરચંદ મેઘાણીનો જન્મ દિવસ.  ઝવેરચંદ મેઘાણીનો જન્મ ચોટીલામાં ૨૮ ઓગસ્ટ ૧૮૯૬માં થયો હતો. તેમના માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાલીદાસ હતું. આજે ઝવેરચંદ મેઘાણની ૧૨૫મી જન્મજયંતી છે. રાજકોટના સદર વિસ્તારમાં આવેલી શાળામાં તેઓ પહેલું ધોરણ ભણ્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ બાલ્યકાળથી બગસરાને પોતાનું વતન બનાવ્યું અને પોતાની જિંદગીનો સૌથી મોટો ભાગ તેમણે બગસરામાં પસાર કર્યો છે. ૧૧ વર્ષની ઉંમરે તેઓ બગસરા આવી ગયા હતા. ૧૯૧૦માં તેઓ માધ્યમિક શાળાના અભ્યાસ માટે અમરેલી આવ્યા હતા. તે સમયની સરકારી શાળા હાલમાં શ્રીમતી એમ.ટી. અને ટી.પી. ગાંધી ગર્લ્સ હાઇસ્કુલ તરીકે ઓળખાતી હતી. શાળામાં તેમણે બે વર્ષ અભ્યાસ કર્યો હતો. તેમને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે. ૧૯૧૨માં અમરેલીથી મેટ્રિક પરીક્ષા પાસ કરી ત્યારબાદ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે ૧૯૧૭માં સ્નાતકની પરીક્ષા પાસ કરી હતી. કમાવા માટે કલકત્તા ગયા હતા. એલ્યુમિનિયમના કારખાનામાં કાર્ય કર્યું હતું. ત્રણ મહિના ઈંગ્લેન્ડમાં પણ રહેલા હતા. મેઘાણી બગસરામાં પત્રકારત્વ ક્ષેત્રે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે. સૌરાષ્ટ્રની રસધાર, ચારણ કન્યા, સોરઠી બહારવટીયા, ચુંદડી તુલસીક્યારો, માણસાઈના દીવા વગેરે તેમના લોકપ્રિય સર્જનો છે. યુગવંદના તેમની કવિતા ગાંધી યુગના કવિઓ કરેલી શબ્દ વંદના છે. મેઘાણીની સર્જકપ્રતિભાનો અને સામાજિક નિસબતનો હિસાબ આપતી વેવિશાળ તુલસીક્યારો અને નિરંજન જેવી નવલકથાઓ  જાેવા મળે છે. તેઓ નવા વલણ સામે પરંપરાને પણ મહત્વ આપે છે. તેમણે ચાર નાટ્યગ્રંથો, સાત નવલિકાગ્રંથો, છ ઇતિહાસ અને તેર જીવનચરિત્રો લખ્યા હતા. ૯ માર્ચ ૧૯૪૭માં તેમનું અવસાન થયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!