જૂનાગઢ સહીત રાજયભરમાં આજે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧રપમી જન્જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારત દેશનાં અને ગુજરાતનાં ગૌરવરૂપ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કસુંબી રંગ ઉત્સવ હેઠળ આ ઉજવણી થઈ રહી છે. આજે જૂનાગઢનાં શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે સવારે ૧૦.૩૦ કલાકે કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડનાં અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ ચેતનભાઈ ત્રિવેદી, ધારાસભ્ય બાબુભાઈ વાજા, જીલ્લા કલેકટર રચિત રાજ, જૂનાગઢ મનપાનાં કમિશ્નર રાજેશ તન્ના, તેમજ જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાય તથા માહિતી અધિકારી અર્જુન પરમાર અને મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. આજે યોજાયેલા કાર્યક્રમમાં મહેમાનોનું મેઘાણીજીનાં પુસ્તક અને પુષ્પથી સ્વાગત કરવામાં આવેલ હતું તેમજ મેઘાણીજીનાં પુસ્તકોનાં સેટનું જીલ્લા અને તાલુકાનાં ગ્રંથાલયોમાં વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ ઝવેરચંદ મેઘાણીનાં જીવન ઉપર બનાવવામાં આવેલી ડોકયુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ સાથે જ શ્રી ઝવેરચંદ મેઘાણી રચિત ગીતોની જીતુભાઈ પરમાર એન્ડ ગ્રુપ દ્વારા પ્રસ્તુતી કરવામાં આવી હતી. આમ જૂનાગઢ ખાતે કસુંબીનો રંગ ઉત્સવ યોજાયો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ શ્રી ઝવેબરચંદ મેઘાણીનાં જીવન પ્રસંગો તેમજ યાદગાર પ્રસંગોને યાદ કરી તેઓને શબ્દાંજલિ અર્પિત કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews