‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ નામની કાર્નીવરસ વનસ્પતિ મહારાષ્ટ્ર બાદ સૌપ્રથમ વખત ગુજરાતનાં ગિરનારમાં મળી

0

ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસની ટીમને મોટી સફળતા મળી છે. ‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ નામની અનોખી કાર્નીવરસ વનસ્પતિ ગુજરાતના સૌથી ઊંચા પર્વત ગિરનાર ઉપરથી મળી આવી છે. અત્યારસુધી આ વનસ્પતિ મહારાષ્ટ્રના જંગલોમાં જાેવા મળતી હતી. મહારાષ્ટ્ર પછી સૌપ્રથમ વખત ગુજરાતમાં આ વનસ્પતિ જાેવા મળી છે. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસના અધ્યક્ષ પ્રો.ડૉ.સુહાસ વ્યાસના માર્ગદર્શન હેઠળ ડૉ.દુષ્યંત દુધાગરા, ડૉ.સંદિપ ગામીત, કમલેશ ગઢવી, રશ્મિ યાદવ સહિતની ટીમ આ વનસ્પતિની શોધ માટે ગિરનારના જંગલોમાં ઠેર ઠેર ઘૂમી વળી હતી. અંતે તેઓને સફળતા મળી હતી. સામાન્ય રીતે જીવાણુઓ વનસ્પતિને ખોરાક તરીકે ખાતા હોય છે, પરંતુ ‘યુટ્રિક્યુલેરિયા જનાર્થનામી’ વનસ્પતિનો ખોરાક નાના નાના જીવાણુઓ છે, એટલે જ આ વનસ્પતિને કાર્નીવરસ વનસ્પતિ કહેવામાં આવે છે. તેના મૂળ કોથળી જેવા હોય છે જ્યાંથી તે સૂક્ષ્મ જીવાતોને ચૂસી લે છે. એકથી દોઢ હાથવેત જેટલી લાંબી આ વનસ્પતિની ઓળખ તેના ફલાવરીંગ ઉપરથી થાય છે. દેખાવમાં સામાન્ય લાગતી આ વનસ્પતિની અલગ અલગ ચાર જાતો મળી આવી છે. વિવિધ વનસ્પતિઓનો ભંડાર ગણાતા ગરવા ગિરનારમાંથી સંશોધનની આ સફળતા બદલ ડીપાર્ટમેન્ટ ઓફ લાઈફ સાયન્સીસની સમગ્ર ટીમને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.ડો.ચેતનભાઈ ત્રિવેદી સહિતના વિદ્વાનોએ તથા શિક્ષણવિદોએ અભિનંદન પાઠવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!