જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં પોલીસનાં જુગાર અંગે દરોડા : અનેક ઝડપાયા

0

જૂનાગઢ શહેર સહિત વિવિધ વિસ્તારોમાં પોલીસે જુગાર અંગે દરોડા પાડી અને અનેક પત્તાપ્રેમીઓને ઝડપી લેવામાં આવેલ છે. એ ડીવીઝન પોલીસે ચોકકસ બાતમીના આધારે દોલતપરા દાસારામ સોસાયટી નજીક જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.રર૬૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે એ ડીવીઝન પોલીસે ધારાગઢ દરવાજા નજીક નગીના ખાણ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને રૂા. પ૩૭૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત માણાવદર ખાતે પોલીસે પાડેલ જુગાર દરોડામાં ચાર શખ્સોને રૂા.૧ર૮૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે. જયારે અન્ય એક દરોડામાં ત્રણ શખ્સોને રૂા.૧૦ર૦ની રોકડ સાથે ઝડપી પાડયા છે. જયારે શીલ પોલીસે તલોદરા ગામે જુગાર અંગે દરોડો પાડતા ત્રણ શખ્સોને રૂા.૪૬પ૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!