ભાલછેલ ગામે આવેલ હિરણેશ્વર મહાદેવ મંદિરનાં નવ નિયુકત ગાદીપતિએ માનસીક ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાની ફરીયાદ : ચકચાર

0

મેંદરડા તાલુકાનાં ભાલછેલ ગામ ખાતે આવેલ હિરણેશ્વર મહાદેવ મંદિરનાં નવનિયુકત ગાદીપતિએ માાનસીક ત્રાસને કારણે ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાની મૃતકનાં ભાઈએ પોલીસ ફરીયાદ નોંધાવતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે વિનોદભાઈ ત્રીભુવનભાઈ દુધરેજીયા (ઉ.વ.૪ર) રહે. પાલી, તા. કડી વાળાએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં ભાઈ મરણ જનાર ભાર્ગવભાઈ ત્રીભુવનભાઈ દુધરેજીયા જેનું સન્યાસી નામ ભગવતદાસ ગુરૂ દ્વારકાદાસ હોય અને તેમની હિરણેશ્વર મંદિરમાં ગાદીપતિ તરીકે નિમણુંક થયેલ હોય, જે ગાદીપતિનો કબ્જાે લેવા માટે આ કામનાં આરોપી ગઢડા તાલુકાનાં જલાપુર ગામનાં હડદેવમુનિએ માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા ફરીયાદીનાં ભાઈએ પોતાના રૂમમાં પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા મૃત્યુ પામેલ છે. આ ફરીયાદને પગલે મેંદરડા પોલીસે હડદેવમુનિ વિરૂધ્ધ કલમ ૩૦૬ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!