સીઆઈએએ વર્લ્ડ ફેક્ટબુકમાં વિહિપ, બજરંગ દળને ‘ધાર્મિક આતંકવાદી સંગઠનો’ તરીકે વ્યાખ્યાયિત કર્યા

0

સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ તેની તાજેતરની ‘વર્લ્ડ ફેક્ટબુક’ની આવૃત્તિમાં વિશ્વ હિન્દુ પરિષદ (ફૐઁ) અને બજરંગ દળને “ધાર્મિક આતંકવાદી સંગઠનો” તરીકે નામ આપ્યું છે. અમેરિકી સરકારની ગુપ્તચર શાખા એજન્સીએ તેમને “રાજકીય દબાણ જૂથો” હેઠળ વર્ગીકૃત કર્યા છે, જે રાજકારણમાં સામેલ સંસ્થાઓ અથવા રાજકીય દબાણ લાવનારા સંગઠનો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે પરંતુ જેના નેતાઓ કાયદાકીય રીતે ચૂંટણીમાં ઉભા રહેતા નથી. સીઆઇએ એ આરએસએસ, હુર્રિયત કોન્ફરન્સ અને જમીયત ઉલેમાએ-હિન્દને ભારતના રાજકીય દબાણ જૂથોમાં સૂચિબદ્ધ કર્યા છે. આરએસએસને “રાષ્ટ્રવાદી સંગઠન”, હુર્રિયત પરિષદને “અલગતાવાદી જૂથ” અને જમિયત ઉલેમા-એ-હિન્દને “ધાર્મિક સંગઠન” તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે. સીઆઇએ વાર્ષિક ધોરણે આ વર્લ્ડ ફેક્ટબુક પ્રકાશિત કરે છે જે યુએસ સરકારને દેશ અથવા કોઈ મુદ્દા ઉપર ગુપ્ત માહિતી અથવા તથ્ય સંદર્ભ સામગ્રી આપે છે. આમાં ઇતિહાસ, લોકો, સરકાર, અર્થતંત્ર, ઉર્જા, ભૂગોળ, સંદેશા વ્યવહાર, પરિવહન, લશ્કરી અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપરની માહિતી સામેલ હોય છે. તેમાં ૨૬૭ દેશો માટે ડેટા ઉપલબ્ધ છે. આ એજન્સી ૧૯૬૨થી આ સામગ્રી પ્રકાશિત કરી રહી છે, પરંતુ તેને ૧૯૭૫ માં જાહેર કરવામાં આવી હતી. ફેક્ટબુક યુ.એસ.ના નીતિ ઘડવૈયાઓ માટે બનાવવામાં આવી છે અને સમગ્ર યુ.એસ. ગુપ્તચર સમુદાયમાં સંકલિત કરવામાં આવે છે. તે વિતરિત પ્રકારો પૈકી એક છે, અન્ય બે ‘ધ પ્રેસિડન્ટ ડેઇલી બ્રીફ’ અને ‘નેશનલ ઇન્ટેલિજન્સ એસટીમેટ’ છે. જાે કે ભાજપના સંવાદ સેલના ભૂતપૂર્વ રાષ્ટ્રીય કન્વીનર ખેમચંદ શર્માએ શુક્રવારે સીઆઈએના આ નિવેદનોને ફગાવી દીધા હતા અને તેને “ફેક ન્યૂઝ” ગણાવતા તેમણે કહ્યું કે આ એજન્સી સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. તેમણે કહ્યું કે “અમે ધાર્મિક આતંકવાદી સંગઠન તરીકે ફ ૐ ઁ અને બજરંગ દળને વ્યાખ્યાયિત કરવાના ઝ્રૈંછ ના સંદર્ભને સંપૂર્ણપણે નકારી કાઢીએ છીએ. આ બધા રાષ્ટ્રવાદી સંગઠનો છે, તે બધા જાણે છે. ટૂંક સમયમાં જ આ સંદર્ભ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!