પંજાબી યુવતીઓની અંગ્રેજી વાક્છટા જાેઇને પંજાબી યુવાનો તેમની સાથે કોન્ટ્રેક્ટ મેરેજ કરીને એમિગ્રેશનના નિયમોની ઉપેક્ષા કરે છે

0

ઘણા પંજાબી પુરૂષો આઇએલટી પરીક્ષા ક્લિયર કરી શકતાં નથી અને તેના વગર તેમને આંતરરાષ્ટ્રીય યુનિવર્સીટીઓમાં અરજી કરવાની તક મળતી નથી. આથી જાે તેઓ વિદેશમાં સેટલ થવા માગતાં હોય તો પશ્ચિમના દેશોની યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવવા માટે તમામ જરૂરી લાયકાત ધરાવતી યુવતિઓ સાથે તેઓ કોન્ટ્રેક્ટ મેરેજ માટે કરાર કરે છે અને આ એક સામાન્ય રૂટીન પ્રેક્ટિસ થઇ ગઇ છે. તેમના કારણે માત્ર પંજાબમાં જ કાયદો અને વ્યવસ્થાની જ સમસ્યાઓ ઊભી થઇ નથી, પરંતુ વિદેશમાં જવા માટે એમિગ્રેશનની (નિર્ગમન) કાનૂની જાેગવાઇઓની ઉપેક્ષા કરવાનો એક બીજાે માર્ગ બની ગયો છે. લવપ્રિત અને બિયંતના પરિવારોએ દાવો કર્યો છે કે આ બંનેના લગ્ન કોન્ટ્રેક્ચ્યુઅલ ન હતાં, તેની પાછળનો હેતુ છોકરા લવપ્રિતને વિદેશમાં સેટલ કરવવાનો હતો. થોડા એકર જમીન સાથે લવપ્રિતનું અહીં કોઇ ભવિષ્ય ન હતંુ પરંતુ બિયંત નામની છોકરીએ પોતે વિદેશમાં સેટલ થયાં બાદ લવપ્રિત સાથે છેતરપિંડી કરી હતી અને તેને કારણે લવપ્રિતે આત્મહત્યા કરી હતી. લવપ્રિતના પરિવારે બીયંત તમામ લાયકાત ધરાવતી હોવાથી અને અસ્ખલિત ઇંગ્લિશ બોલી શકતી હોવાથી તેને ૨૫ લાખ રૂપિયા આપ્યાં હતાં અને એવો સોદો થયો હતો કે તે કેનેડા જઇને પછી લવપ્રિત સાથે લગ્ન કરવા પરત આવશે અને ત્યારબાદ સ્પાઉઝ વિઝા ઉપર બીયંત સાથે લવપ્રિત પણ કેનેડા જઇ શકશે પરંતુ કેનેડા ગયાં બાદ બીયંતે લવપ્રિતની ઉપેક્ષા કરવાની શરૂ કરી હતી અને લવપ્રિતને સમજાઇ ગયું હતંુ કે બિયંતનો પોતાની સાથે રાખવાનો કોઇ ઇરાદો નથી તેથી લવપ્રિતે આત્મહત્યા કરી હતી. લવપ્રિતના પિતા પરમજીતે જણાવ્યું છે કે અમારી માંગણી છે કે પોલીસ લવપ્રિતને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા આપવા માટે બિયંત સામે કાર્યવાહી કરે અને તેને કેનેડાથી દેશનિકાલ કરાવે. પંજાબ પોલીસની એનઆરઆઇ વિંગના જણાવ્યાં પ્રમાણે ૨૦૧૯થી રાજ્યમાં કોન્ટ્રેક્ટ મેરેજ સંબંધિત ૧૮૬ જેટલી ફરિયાદો આવી છે કે જેમાં યુવતી વિદેશ ગયાં બાદ પુરૂષ સાથે છેતરપિંડી કરતી હોય છે. આ ફરિયાદોને આધારે અત્યાર સુધીમાં ૩૦ એફઆઇઆર નોંધવામાં આવી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!