મેંદરડાનાં ધનપાના ઢોરે રહેતા દેવશીભાઈ રાજાભાઈ રાઠોડ વકાતરએ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ખીજડીયા ગામ ચીકુબા નામે ઓળખાતી સીમ વિસ્તારમાં ગોવિંદભાઈ જીવાભાઈ ધોરાજીયાની વાડી આવેલી છે. અને જયાં પોતાની વાડીએ વીજ પ્રવાહનો વાયર મુકેલ છે. આ વીજ પ્રવાહનાં વાયરમાં કોઈ ઓચીંતો ચાલીને આવશે અને વાયરને અડશે તો તેને શોટ લાગવાથી મરણ થશે તેવું જાણતા હોવા છતાં આ વાડીનાં ફરતે ડાયરેકટ થ્રીફેઈઝથી વાયર બાંધી તે બાંધેલ વાયરમાં વીજ પ્રવાહ ચાલુ રાખતા જેને કારણે ફરીયાદીનાં દિકરાનું મૃત્યું થતાં આ અંગે વાડી માલીક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતાં મેંદરડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અપમૃત્યું
વંથલી તાલુકાનાં બંટીયા ગામનાં વિજયભાઈ બાવનજીભાઈ કરમીયા (ઉ.વ. ર૦)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું મૃત્યું થયું છે. જયારે માણાવદરનાં ગોકુલનગર ખાતે રહેતા રમેશભાઈ ડાયાભાઈ આરદેશણા (ઉ.વ. પપ)નું પણ ઝેરી દવા પી લેતાં મૃત્યું થયું છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews