માંગરોળમાં લોએજ ગામે રવિવારે સર્વરોગ નિદાન અને રકતદાન કેમ્પ યોજાશે

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામની શ્રીમતી વી.એમ. ચાંડેરા આર્ટસ, કોમર્સ, સાયન્સ, બી.સી.એ., પી.જી.ડી.સી.એ., બી.એસ.ડબલ્યુ., એમ.એસ.ડબલ્યુ. એન્ડ એમ.કોમ. કોલેજ લોએજ તા.માંગરોળમાં તા.૫-૯-૨૦૨૧ને રવિવારે સવારે-૯ થી ૧ વાગ્યા સુધી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સર્વરોગ નિદાન કેમ્પમાં જય અંબે મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ચાપરડાના જુદા જુદા વિભાગના ૯ જેટલા અનુભવી ડોક્ટરો પોતાની સેવા આપવાના છે અને રક્તદાન કેમ્પમાં સરદાર પટેલ બ્લડ બેંક કેશોદની ટીમ પધારશે. આ કેમ્પમાં ફ્રી નિદાન, ફ્રી દવાઓ આપવામાં આવશે. જેથી માંગરોળ શહેર અને તાલુકાના ગામો, કેશોદ શહેર અને તાલુકાના ગામો અને માળિયા તાલુકાના ગામોની જનતાએ આ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનો વધારેમાં વધારે લાભ લેવા સંસ્થાના સ્થાપક/સંચાલક ડો. વેજાભાઈ એમ. ચાંડેરાએ અનુરોધ કરેલ છે અને જ્યારે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવમાં આવેલ છે. ત્યારે માંગરોળ, કેશોદ અને માળિયા તાલુકાના મારા યુવાન ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં રક્તદાન કરે અને અન્ય લોકો પાસે રક્તદાન કરાવે તેવી નમ્ર અપીલ કરવામાં આવે છે. તો આવો આપ સૌ સાથે મળીને આ કેમ્પને સફળ બનાવીએ અને “માનવ સેવા એજ પ્રભુ સેવા” તેમજ “સર્વ જીવો પ્રત્યે દયા ભાવ” ની લાગણી જન જન સુધી પહોંચાડીએ. કેમ્પનું સ્થળ ચાંડેરા કોલેજ કેમ્પસ, મરીન પોલીસ સ્ટેશનની સામે, માંગરોળ-પોરબંદર હાઈવે, લોએજ ખાતે છે. વધુ વિગત માટે મો.૯૪૨૭૫૦૧૧૨૦, મો.૭૯૯૦૪૪૪૫૨૦, મો.૯૩૭૫૦૪૨૩૧૪, મો.૯૩૭૫૦૧૪૨૧૫ ઉપર સંપર્ક સાધવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!