કોડીનારના પાવટી ગામે પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી

0

કોડીનાર તાલુકાના પાવટી ગામે મહિલાનું મૃત્યુ બીમારીથી નહીં પણ ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું પોસ્ટમોર્ટમમાં ખુલતા આ અંગે મૃતક યુવતીના ભાઈએ કોડીનાર પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિએ જ મર્ડર કર્યાની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની વિગત મુજબ મૂળ મહારાષ્ટ્રના ભીવંડીની અને કોડીનાર તાલુકાના પાવટી ગામે બીજા લગ્ન કરી પાવટી ગામે સાસરિયામાં રહેતી યાસ્મીન ઉર્ફે શબાનાબેન સીરાજ ઝહીરભાઈ પઠાણનું ગત જુલાઈ મહિનામાં શ્વાસની બીમારીના કારણે મૃત્યુ થયુ હોવાનું જાહેર કર્યા બાદ મૃતક યાસ્મીન ઉર્ફે શબાનાબેનનું પીએમ થતાં અને પીએમ રિપોર્ટમાં યાસ્મીન ઉર્ફે શબાનાબેનનું મૃત્યુ શ્વાસની બીમારી કારણે નહીં પરંતુ ગળું દબાવવાથી મૃત્યુ થયું હોવાનું ઘટસ્ફોટ થતાં કોડીનાર પોલીસે આ અંગે મૃતક યુવતીના મહારાષ્ટ્રના ભીવંડી ખાતે રહેતા ભાઈ એજાજ પઠાણને જાણ કરી કોડીનાર બોલાવી સમગ્ર હક્કીતથી વાકેફ કરતા મૃતક યુવતીના ભાઈએ કોડીનાર પોલીસને જણાવી તેના વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક યાસ્મીનબેનના પાવટીના રફીક સાથે બીજા લગ્ન હતા, મૃતકને પેહલા લગ્નથી બે બાળકો પણ હતા પણ તેણે બધાને પડતા મૂકી પાવટીના રફીક સાથે લગ્ન કર્યા બાદ રફીક તેને અવારનવાર ત્રાસ આપતો હોય આ અંગે યાસ્મીને બરોડા તેના સંબધીને ફોન કરી તે બહું તકલીફમાં હોય પાવટીથી ગમે તેમ કરીને ભાગી બરોડા આવી જશે તેવી ફોન દ્વારા જાણ કર્યા બાદ તેના બે ત્રણ દિવસમાં જ યાસ્મીનનું અચાનક મૃત્યુ થતા આ અંગે પાવટીથી ફોન આવતા મૃતક યાસમીનના ભાઈ એજાજે દફન વિધિ કરવાની ના પાડી અમે કોડીનાર આવીએ છીએ તેમ કહી કોડીનાર આવી યાસ્મીનની ડેડબોડી ભીવંડી ખાતે લઈ જઈ દફનવિધિ કરી હતી. યાસ્મીનને તેના પતિએ ત્રાસ આપી કોઈપણ કારણોસર રફીક ઓસમાણએ જ રીતે ગળું દબાવી ખુન કર્યું હોવાનું જણાવતા પોલીસે આ અંગે રફીક ઓસમાણ વિરૂદ્ધ ખુનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી આરોપીની પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!