કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર નાગરિકોના પરિવારજનોને રૂપિયા ૪ લાખની સહાય, કોરોનાના દર્દીઓના સારવારના મેડિકલ બિલની ચૂકવણી, નિષ્ફળ તંત્ર અને જવાબદાર અધિકારીઓ સામે ન્યાયીક તપાસ અને કોરોનાકાળમાં જે સરકારી કર્મચારીઓએ જાન ગુમાવ્યા હોય તેમના વારસદારોને રહેમરાહે કાયમી સરકારી નોકરી આપવાની ૪ માંગણીઓ સાથે ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત “કોવિડ-૧૯ ન્યાય યાત્રા”ના ભાગરૂપે દહેગામ તાલુકાના પીપલજ ગામ ખાતે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષનાનેતા પરેશ ધાનાણીની વિશેષ ઉપસ્થિતિમાં કોરોના મહામારીથી ૬૩ જેટલા સ્વજનો ગુમાવનારા પરિવારજનો અને ગામના આગેવાનો સાથે સ્મરણાંજલિ સભા યોજીને સામૂહિક શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પીપલજ તાલુકા પંચાયત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારના કોરોના મહામારીના ખપ્પરમાં હોમાયેલા ૬૩ જેટલા નાગરિકોના સ્વજનોના દુઃખમાં ભાગીદાર થવા આવી પહોંચેલા વિપક્ષ નેતાએ ભાવુક બનીને સૌને શ્રદ્ધાસુમન અર્પણ કરીને પ્રાર્થના કરી હતી. આગામી ત્રીજી લહેરનો સામનો આપણે સૌ જાતે જ કરવાનો છે તેવું જણાવતા વિપક્ષ નેતાએ સરકારની પ્રજાવિરોધી નીતિની આકરી ટીકા કરીને આગામી દિવસોમાં પોતાના માટે લડાઈ લડવા પ્રજાજનોને આગળ આવવા હાકલ કરી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews