ગુજરાત રાજ્યની ખાનગી સોસાયટીઓ, વસાહતો તથા ફલેટ્સમાં વિવિધ કામો માટે સરકાર દ્વારા હાલમાં સરકારી ગ્રાન્ટ ફાળવવાની સાથે ર૦ ટકા લોકફાળો આપવાનો થતો હોય છે. તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો, કોર્પોરેટર વગેરેની ગ્રાન્ટનો ૧૦ ટકા હિસ્સો લાગતો હતો તેમાં હવે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય કરતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ર૦ ટકા ફાળો ફાળવી શકાશે. સ્વણિર્મ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના જનભાગીદારી ઘટક હેઠળની પ્રવર્તમાન જાેગવાઈ અનુસાર ખાનગી સોસાયટીઓ, હાઉસિંગ બોર્ડની વસાહતો અને ફલેટના રહેવાસીઓને આંતરિક રસ્તા ઉપર ડામર કે પથ્થરનું પેવિંગ, રિસરફેસીંગ, સિમેન્ટ કોન્ક્રીટના રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણીની પાઈપલાઈન, વોટર હાર્વેસ્ટીંગ, કોમન પ્લોટના પેવરીંગ તથા ભૂગર્ભ ગટરના કામો હાથ ધરવા માટે ૭૦ ટકા ફાળો સરકારની ગ્રાન્ટનો, ર૦ ટકા ખાનગી સોસાયટી દ્વારા અને ૧૦ ટકા સ્થાનિક સંસ્થા દ્વારા ભોગવવાનો રહે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નગર સુખાકારીના કામોના વ્યાપક હિતમાં અને વધુ લોકો આવા કામોનો લાભ થઈ શકે તે માટે હવે એવો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, જનભાગીદારી ઘટક અન્વયેના કામો માટે ખાનગી સોસાયટીઓએ ભરવાના થતાં ર૦ ટકા લોક ફાળાની રકમમાં ધારાસભ્યો, કોર્પોરેટર, નગરપાલિકાના સભ્યની ગ્રાન્ટમાંથી અગાઉના ૧૦ને બદલે હવે ર૦ ટકા રકમ પોતાની સંમતિ ફાળવી શકશે. મુખ્યમંત્રીએ આ સંદર્ભના જરૂરી આદેશો સત્વરે બહાર પાડવા માટે પણ આયોજન પ્રભાગ અને શહેરી વિકાસ વિભાગને સૂચનાઓ આપી દીધી છે. જેને લઈને હવે આગામી નજીકના જ સમયમાં આવી ખાનગી સોસાયટી વગેરે આનો લાભ લઈ શકશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews