જૂનાગઢ સહિત જીલ્લામાં ધો.૬ થી ૮માં આજથી પ્રત્યક્ષ શિક્ષણનો પ્રારંભ, બાળકોમાં ઉલ્લાસ

0

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઉપસચિવ સુબોધ જાેષીએ ૨ સપ્ટેમ્બરથી ધોરણ ૬ થી ૮ની સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા આદેશ કર્યો છે, જેને પગલે જૂનાગઢ જિલ્લામાં પણ આજ ગુરૂવાર તા.ર સપ્ટેમ્બરથી ધોરણ ૬ થી ૮માં ઓફલાઇન શિક્ષણ શરૂ થઈ રહ્યું છે. કોરોના મહામારીના કારણે લાંબા સમય સુધી સ્કૂલો બંધ રખાઇ હતી. ત્યારે અત્યાર સુધી સૂમસામ રહેલી સ્કૂલો આજ ગુરૂવારથી બાળકોની હાજરીથી ધમધમતી થઈ રહી છે. દરમ્યાન સ્કૂલો શરૂ કરવા માટે પણ કેટલીક સૂચના અપાઇ છે જેનું ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓની હાજરી સ્વૈચ્છિક રહેશે. આ માટે વાલીની સમંતિ જાેઇશે તેમજ પ્રત્યક્ષ સ્કૂલે ન આવતા છાત્રો માટે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનું રહેશે. વર્ગ ખંડમાં વિદ્યાર્થીની સંખ્યા ૫૦ ટકાની ક્ષમતામાં રાખવા તેમજ એકાંતરા દિવસ(અલ્ટરનેટ ડે) બોલાવવા જણાવાયું છે. જ્યારે વર્ગખંડોને નિયમિત સેનેટાઇઝ કરવા, સંસ્થાના પરિસરમાં હેન્ડ વોશિંગ, સેનેટાઇઝેશનની વ્યવસ્થા કરવા પણ જણાવાયું છે. ખાસ કરીને સમૂહ પ્રાર્થના, રમત ગમતની પ્રવૃત્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો નવી સૂચના ન આપે ત્યાં સુધી બંધ રાખવાની રહેશે. આમ, સ્કૂલ શરૂ થઈ છે, પરંતુ પ્રાર્થના બંધ રહેશે ! એટલું જ નહિ શાળામાં આવવા જવાના તેમજ રિસેસના સમયે વાલીઓ અને છાત્રો એકસાથે ન થઇ જાય તેની પણ કાળજી રાખવા, માસ્ક ફરજીયાત પહેરી રાખવા પણ જણાવાયું છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લામાં નવ તાલુકા તેમજ જૂનાગઢ કોર્પોરેશનમાં મળી ૫૧૯ સરકારી શાળા, ૪૨૩ ખાનગી શાળા અને અન્ય ૧૮ શાળા મળી કુલ ૯૬૦ શાળા છે. સરકારી શાળામાં ૩૧,૪૦૫, ખાનગી શાળામાં ૨૬,૫૫૭ અને અન્ય શાળામાં ૧,૦૦૩ મળી કુલ ૫૮,૯૬૫ છાત્રો નોંધાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!