ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા મીઠાઇ વિતરણ કરાયું

0

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબના ઉપક્રમે તાજેતરમાં શ્રાવણ માસના તહેવારોને અનુલક્ષીને કેનેડા સ્થિત અરવિંદભાઈ પ્રેમજીભાઈ બદીયાણી પરીવાર(હ. ધીરેનભાઈ બદીયાણી)ના આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ પરિવારોને મીઠાઈ તથા ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ નકુમે સૌને આવકારી, સેક્રેટરી મિલનભાઈ સાયાણીએ આ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોના ૧૨૫ જેટલા જરૂરિયાતમંદ પરિવારોને ફરસાણ તથા મીઠાઇના વિતરણ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ એક્ઝિક્યુટિવ સેક્રેટરી શૈલેષભાઈ કાનાણી, ઘનશ્યામસિંહ જાડેજા, ડિસ્ટ્રિક્ટ ચેરમેન હાડાભા જામ, પંકજભાઈ પંડ્યા તેમજ મહેન્દ્રભાઈ જાેષીએ ઉપસ્થિત રહી, જરૂરી વ્યવસ્થા સંભાળીને આ સેવાપ્રવૃત્તિને સફળ બનાવી હતી. આ વિતરણ બદલ લાભાર્થીઓએ આનંદ સાથે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ સેવાકાર્યના આયોજન બદલ દાતા પરીવારના ધીરેનભાઈ બદીયાણીએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!