ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ૭૧માં જન્મદિવસનાં વધામણા જૂનાગઢ સહિત સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહ્યા છે અને આ પ્રસંગે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જૂનાગઢ શહેરમાં પણ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે. યોગ શિબીર, મંત્રોચાર, પ્રદર્શન, વૃક્ષારોપણ સહીતનાં કાર્યક્રમો તેમજ અનેક સેવાકીય કાર્ય પણ હાથ ધરવામાં આવેલ છે. સૌથી મોટી વાત એ છે કે, વડાપ્રધાનશ્રીનાં જન્મદિન પ્રસંગે આજે જૂનાગઢ શહેરમાં ર૯ સેન્ટરો ઉપર રસીકરણ કરવામાં આવી રહયું છે અને કોરોનાથી સમગ્ર દેશને મુકત કરવા માટેનાં અભિયાનમાં જૂનાગઢ શહેરએ સંપૂર્ણ સહયોગ આપી કોરોના મુકત અમારૂ શહેરને સાર્થક કરવા જાણે સંકલ્પ લીધો હોય તેમ લાગે છે. આજે જૂનાગઢ શહેરમાં જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ર૯ સ્થળો ઉપર વેકસીનેશન કાર્યક્રમ યોજાઈ રહયો છે. સવારનાં ૭ વાગ્યાથી કામગીરીનો પ્રારંભ થઈ ચુકયો છે અને તમામ સેન્ટરો ઉપર ખૂબજ સુંદર કામગીરી ચાલી રહી છે અને જે તે સેન્ટરોનાં સ્ટાફ દ્વારા પણ સારી કામગીરી થઈ રહી છે. જૂનાગઢ શહેરમાં પ્રથમ ડોઝ તેમજ બીજા ડોઝનાં લાભાર્થીઓને સફળ રીતે વેકસીનેશન કરવામાં આવી રહયું છે આવકારદાયક બાબત છે. ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી બે વર્ષ પહેલા જયારે કોરોનાનાં પગરણ ભારત દેશમાં પડયા ત્યારે ભારત દેશની પ્રજાને મહામારી એવા કોરોનામાંથી બચાવવા માટે સંકલ્પ જારી કરેલ અને કોરોનાનાં પંજામાંથી લોકોને બચાવવા માટેનાં અનેક ઉપાયોની સાથે સૌથી શ્રેષ્ઠ એવા રસીકરણ અભિયાન હાથ ધર્યુ અને વડાપ્રધાનશ્રી ભારતનાં પ્રત્યેક નાગરીકને કોરોનાનાં કહેર વચ્ચેથી બચાવવા ઝઝુમી અને સમગ્ર દેશવ્યાપી હાથ ધર્યુ. રસીકરણ લો અને કોરોના ભગાવો, કોરોના મુકત શહેર જીલ્લો બનાવવા માટે દેશવાસીઓને હાકલ કરી હતી અને વડાપ્રધાનની આ અપીલને માન આપી દેશભરમાં જાેરશોરથી રસીકરણ અભિયાન હાથ ધર્યુ અને હવે આ અભિયાન ૮૦ ટકા વધારે સફળ રીતે સંપન્ન થયું છે. જાે આજે નરેન્દ્ર મોદીનાં ટાર્ગેટ મુજબ જાે રસીકરણ અંગેનું કાર્ય સંપન્ન થશે તો રેકોર્ડ બ્રેક રસીકરણ થયાની નોંધ થશે. આ સાથે જ જૂનાગઢ શહેરની પણ વાત કરવાની છે. વડાપ્રધાનશ્રીનાં રસીકરણ અભિયાનને વેગવાન બનાવવા માટે જૂનાગઢ શહેરનાં વિવિધ સમુદાયનાં લોકો, આમજનતા, જ્ઞાતિ-સમાજાે, ધામિર્ક સંસ્થાઓ, સેવાકીય અને સામાજીક કાર્ય કરતી સંસ્થા લગભગ તમામ વર્ગનાં લોકોએ પણ આ પોત પોતાના ઘર આંગણે પણ રસીકરણનાં કેમ્પો યોજી અને પોતાનો પરિવાર, પોતાનો સમાજ અને આમજનતામાં ૧૦૦ ટકા રસીકરણ થાય તે માટે પ્રયત્નો અને કાર્યો કાબિલીદાદ રહયા છે અને આજે પણ જૂનાગઢ શહેરમાં રસીકરણની કામગીરી સુપર રીતે ચાલી રહી છે તે પણ ધન્યવાદને પાત્ર છે. આજે સૌ જૂનાગઢવાસીઓએ મન બનાવી લીધું છે કે વડાપ્રધાનશ્રીનાં જન્મદિન પ્રસંગે આપણા શહેર, જીલ્લામાં૧૦૦ ટકા રસીકરણની કામગીરી સંપૂર્ણ અને સફળ બનાવીએ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews