એક દિવસનાં વરાપ બાદ મેધરાજાનું ધીમી ગતિએ ફરી આગમન : ખેત કાર્ય પૂરજાેશમાં

0

મેઘરાજાએ અવિરત મેઘ વર્ષા વરસાવ્યા બાદ એક દિવસનાં વરાપ બાદ આજે સવારથી ધીમી ગતિએ ફરી મેઘરાજાનું આગમન થયું છે. દરમ્યાન જૂનાગઢ જીલ્લામાં ખેત કાર્યની કામગીરી હાથ ધરવામાં આવી છે તો બીજી તરફ નુકશાનીનો સર્વે પણ કરવામાં આવી રહયો છે. નીચાણવાળા વિસ્તારો તથા રસ્તાઓનું થયેલ ધોવાણ અંગેનો અંદાજ મેળવવામાં આવેલ છે. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લાનાં ૧૦ તાલુકામાં પડેલા વરસાદ અંગે જાેઈએ તો  કેશોદ ૯૦૩ મી.મી. (૧૦ર.૩૮ ટકા), જૂનાગઢ સીટી અને ગ્રામ્ય ૯૦પ મી.મી. (૯ર.પ૪), ભેસાણ પ૯ર મી.મી. (૮૧.૪૩ ટકા), મેંદરડા ૮૧૩ (૮૪.૪ર ટકા), માંગરોળ ૧ર૪ર મી.મી. (૧૪ર.૭૬ ટકા), માણાવદર ૯ર૧ મી.મી. (૧૦૮.૮૭ ટકા), માળીયા હાટીના ૧૦રર મી.મી. (૯૯.૬૧ ટકા), વંથલી ૯૦૮ મી.મી. (૯પ.૬૮ ટકા) અને વિસાવદર ૧૧૮૩ મી.મી. (૧૦૬.પ૮ ટકા) વરસાદ પડી ચુકયો છે. આમ જૂનાગઢ જીલ્લાનાં ૧૦ તાલુકામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧૦૦ ટકા વરસાદ પડી ચુકયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!