જૂનાગઢ નગરમાંથી મહાનગર બન્યાને બે દાયકા જેટલો સમય થવા આવેલ છે. જ્યારે સુવિધાઓને બદલે નગરજનો દિવસેને દિવસે અસહ્ય દુવિધાઓનો સામનો કરી રહેલ છે. જે પૈકી ગત સાંજના સાત કલાકે ભાટિયા ધર્મશાળા વિસ્તારમાં સાગર એપાર્ટમેન્ટમાં રહેતો એક યુવાન ઉસ્માન શેખ(ઉ.વ.૨૪) પોતાના ઘરની નીચે પોતાની માતા સાથે બહાર જવા અર્થે ઊભો હતો દરમ્યાન બે આખલાઓ લડતા લડતા આવી અને આ યુવાનને ફુટબોલ બનાવતા યુવાન ભારે ઇજાગ્રસ્ત થયેલ હતો. જેને તાકીદે હોસ્પિટલ ખસેડાયો હતે. અને તે હાલ સારવાર હેઠળ છે. ત્યારે મહાનગર પાલિકા તંત્રની કાર્યશેૈલી સામે અને ફરજમાં બેદરકારીના સવાલો ઊભા થાય છે. શહેરમાં આખલાઓ અને શ્વાનોના ઝુંડ નજરે જાેવા મળે છે. અનેક લોકો તેના કારણે ભોગ બને છે છતાં નિંભર તંત્ર કોઈ અસરકારક પગલા ઉઠાવી પ્રજાજનોને મુક્તિ અપાવતું નથી. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં નવનિયુક્ત કમિશ્નર રાજેશ તન્નાએ જાહેરનામુ બહાર પાડી પગલા લેવાની વાત કરેલ છે પરંતુ તે પણ કાગનો વાઘ સાબિત થયેલ છે. જયારે મહાનગરની હદમાં કોઈપણ પ્રકારના પશુઓના તબેલા ના હોવા જાેઈએ તેવો પણ એક અધિનિયમ છે પરંતુ તે બધા કાગળો ઉપર છે. તેની કોઈપણ પ્રકારની કામગીરી મહાનગરપાલિકાની કેટલ પાઉન્ડ શાખા દ્વારા કરવામાં આવતી ના હોવાનું શહેરીજનો અનુભવી રહેલ છે. તેથી હવે સ્પષ્ટ થાય છે કે, હવે યુદ્ધ એજ કલ્યાણનો માર્ગ અપનાવી જનતાને તંત્રની જવાબદારીનો સબક શીખવવા સામે આવવું પડશે. મળતા અહેવાલ મુજબ જાે આ બનાવની પોલીસ દ્વારા મહાનગરપાલિકા સામે ફરિયાદ લેવામાં નહિ આવે તો જેતે વિસ્તારમાંથી ઉગ્ર આંદોલનના મંડાણ થશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેમ જાણવા મળી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews