જળસંકટના ખતરા વચ્ચે ગીર સોમનાથ જીલ્લાની જીવાદોરી સમાન હિરણ-૨ ડેમમાં ત્રણ દિવસમાં થયેલ ૭૫ ટકા નવા પાણીની આવકના પગલે ઓવરફલો થયો

0

જળસંકટના મંડરાતા ખતરા વચ્ચે થયેલ મેઘરાજાની મેઘમહેરના પગલે ગીર સોમનાથ જીલ્લાના સૌથી મોટા જીવાદોરી સમાન હિરણ-૨ ડેમમાં ફકત ત્રણ દિવસમાં જ ૨૧ ફૂટ (૭૫ ટકા જેટલા) નવા પાણીની આવક થયેલ હોવાના પગલે ગઈકાલે સાંજે ડેમ ઓવરફલો થઇ ગયો હતો. જેથી હાલ ડેમનો એક દરવાજાે એક ફૂટ ખોલવામાં આવેલ છે. ડેમ ઓવરફ્લો થઇ ગયાના પગલે પાંચ લાખની પ્રજા અને હજારો ખેડૂતો ઉપર ત્રણ દિવસ પૂર્વે મંડરાતુ જળસંકટ દુર થતા ખુશીની લાગણી પ્રર્વતેલ છે. તો ડેમના દરવાજા ખોલતા પૂર્વે નીચાણવાળા ૧૩ ગામોને સાવચેત કરી દેવામાં આવ્યા હતાં. વેરાવળ, સોમનાથ, તાલાલા ગીર પંથકમાં ચોમાસાની સીઝન પૂર્ણ થવાના આરે પહોંચી ગયેલ ત્યાં સુધી મેઘરાજા મનમુકીને વરસ્યા ન હોવાથી ત્રણેય પંથકના નદી-નાળા તથા પીવાના પાણીના સ્ત્રોતો એવા ડેમોના તળીયા દેખાવવા લાગતા જળસંકટની ભિતી ઉભી થઇ હતી. તો સોમનાથ પંથકના જાેડીયા શહેર અને ગ્રામ્ય વિસ્તાારના ૮૦ ગામોની પાંચ લાખની પ્રજા તથા બે ઉદ્યોગો, સોમનાથ ટ્રસ્ટ  સહિતની સંસ્થાઓ અને ૬ હજાર હેકટર ખેતીની જમીનમાં પીયત માટે પાણી પુરૂ પાડતા જીલ્લાના સૌથી મોટા એવા હિરણ-૨ (ઉમરેઠી) ડેમ તળીયા ઝાટક થઇ ગયેલ હતાં. જેથી લાખો લોકો અને હજારો હેકટર ખેતીની જમીનના ખેડૂતોને પીવાના પાણી માટે હાડમારીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. આજથી ચાર દિવસ પૂર્વે હિરણ-૨ ડેમમાં બેએક માસ ચાલે તેટલુ જ (૨૫ ટકા જેટલો) પાણીનો જથ્થો ઉપલબ્ધ હતો. દરમ્યાન છેલ્લા ત્રણ દિવસમાં ગીર જંગલ પંથક અને તાલાલા ગીર, વેરાવળ-સોમનાથમાં વરસેલ ધોધમાર વરસાદના પગલે હિરણ-૨ ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. આ સાથે સાથે ઉપરવાસમાં પણ પડેલ ભારે વરસાદનું પાણી નદી-નાળા મારફત ડેમમાં આવતુ હોય જેમાં પણ ઉતરોતર વધારો થઇ રહયો હતો. જેના પગલે હિરણ-૨ ડેમમાં ફકત ત્રણ જ દિવસમાં ૨૧ ફૂટ (૭૫ ટકા) જેટલા નવા પાણીની ધીંગી આવક થઇ હોવાથી ગઈકાલે સાંજે ડેમ ઓવરફલો થઇ ગયો હતો. જેથી ડેમનો એક દરવાજાે એક ફૂટ ખોલવામાં આવેલ હોવાનું ડેમ અધિકારી એન.બી. સિંઘલે જણાવેલ છે.

ખેડૂતોએ હરખભેર ડેમ ઓવરફલોના વધામણા કર્યા

ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ગંભીર જળસંકટના મંડરાતા ખતરા વચ્ચે ત્રણ દિવસની મેઘમહેરના પગલે હિરણ-૨ ડેમ ઓવરફલો થઇ ગયો હોવાથી પ્રજા અને ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. જેથી જીલ્લાની જીવાદોરી સમાન હિરણ-૨ ડેમ છલકાયાના સમાચાર સાંભળીને હરખભરે ખેડૂતો દોડી જઇ ડેમમાં શ્રીફળ ચુંદડી પધરાવી નવા નીરના વધામણાં કર્યા હતા. આ સાથે ડેમ ખાતેના અધિકારી, સ્ટાફ અને ખેડૂતોએ એક બીજાના મોં મીઠા કરાવ્યા હતા.

ડેમમાંથી આટલી સંસ્થાને પાણી અપાય છે

હિરણ-૨ ડેમમાંથી વેરાવળ- સોમનાથ શહેર, સુત્રાપાડા શહેર, વેરાવળ તાલુકાના ૫૦, માળીયાહાટીનાના ૧૩ અને સુત્રાપાડા તાલુકાના પાંચ સહિત ૮૦ જેટલા ગામોને જુદી-જુદી જુથ યોજના હેઠળ તેમજ ઇન્ડીયન રેયોન, જીએચસીએલ, તાલાલા એજયુકેશન ટ્રસ્ટ, સોમનાથ ટ્રસ્ટ તથા ૬ હજાર હેકટર ખેતીની જમીનને પીયત માટે કેનાલ મારફત પાણી પુરૂ પાડવામાં આવે છે.

ડેમની ખાસ વિશેષતાઓ

વધુમાં ડેમ અધિકારી એમ.બી. સિંઘલે જણાવેલ કે, હિરણ-૨ ડેમ જીલ્લાનો સૌથો મોટો ડેમ છે. આ ડેમનું નિર્માણ સને૧૯૭૬માં શરૂ થયા બાદ સને ૧૯૮૨માં પુર્ણ થયેલ હતુ. તે સમયે રૂા.૧૦ કરોડના ખર્ચે નિર્માણ થયા બાદથી ડેમ વેરાવળ, તાલાલ અને સુત્રાપાડા પંથકમાં પાણી પુરૂ પાડી રહયો છે. ડેમનું શ્રેત્રફળ ૯૫૧૦ હેકટર જમીન જેટલુ અને ડેમની કેપીસીટી ૭૧.૨૬ એમટી છે. ૪૦ વર્ષમાં ડેમ ચારેક વખત તળીયા ઝાટક થયો છે. જેમાં છેલ્લેે સને ૨૦૧૨ના વર્ષમાં વરસાદ ઓછો પડેલ હોવાથી ડેમમાં તળીયા દેખાયા હતા. ૯ વર્ષ બાદ ફરી ચાલુ વર્ષે વરસાદ ખેંચાયેલ હોવાથી ડેમના તળીયા દેખાયા હતા. જયારે ગત વર્ષે સને ૨૦૨૦માં તો જુલાઇ માસની મધ્યમાં જ ડેમ ૧૦૦ ટકા ભરાઇને છલકાય જતા દરવાજા ખોલવા પડયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!