યાત્રાધામ નગરી વેરાવળ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અનેક સંસ્થા, મંડળો દ્વારા પાંચ દિવસ પહેલા અંદાજે ૩૦૦ થી વધુ એકથી ચાર ફૂટ સુધીના વિધ્નહર્તા ગણપતિજીની મૂતિર્ઓનું આસ્થાભેર સ્થાપન કરેલ હતુ. કોરોના મહામારીને ધ્યાને લઇ પાંચ દિવસ સુધી ધાર્મીક કાર્યક્રમો થકી પૂજા-અર્ચના કરાઇ હતી. સરકારની ગાઇડ લાઇન મુજબ અગલે બરસ તુ જલ્દી આના ના નારા સાથે વિધ્નહર્તાની વિસર્જન યાત્રા નીકળેલ હતી. બાદમાં મર્યાદીત લોકો સાથે વિધ્નહર્તાની મૂર્તિઓ બંદરના દરીયાકાંઠે એકત્ર કરી ખારવા સમાજ દ્વારા કરાયેલ વ્યવસ્થા મુજબ મૂર્તિઓનું વારાફરતી દરીયામાં ર્વિસજન કરવામાં આવેલ હતું. વેરાવળમાં શારદા સોસાયટીમાં સતિમાં ગ્રૃપ, ગણેશ મીત્ર મંડળ, તપેશ્વર મીત્ર મંડળ, મહારાષ્ટ્રીયન સમાજ, કાશી વિશ્વનાથ મંદિર, સ્પોટર્સ કોમ્પલેક્ષમાં અષ્ટવિનાયક સહીત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં અંદાજે ૩૦૦ થી વધુ એકથી લઇને ચાર ફૂટ સુધીની વિધ્નહર્તા ગણપતિજીની મૂર્મિઓની આસ્થાભેર સ્થાપના થયેલ હતી. પાંચ દિવસ દરમ્યાન તમામ સ્થળોએ ગાઇડલાઇન મુજબ મર્યાદીત લોકોની હાજરીમાં ભગવાન સત્ય નારાયણની કથા, રામધુન, મહાઆરતી સહીતના જુદા-જુદા ધાર્મીક કાર્યક્રમો યોજાયા હતા. તો રાત્રી દરમ્યાન શહેરીજનોએ પણ વિધ્નહર્તા મહારાજના દર્શનનો લ્હાવો લઇ રહયા હતા. દરમ્યાન શહેરમાં સ્થાાપના કરાયેલ દરેક વિસ્તારોમાંથી ગણપતિજીની મૂર્તિઓને જે તે મંડળના યુવાનો પોતા પોતાના વાહનોમાં રાખી સરકારની ગાઇડ લાઇન મુજબ દસ થી પંદર લોકોની હાજરી સાથે વિસર્જન યાત્રા કાઢી હતી. શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી નિકળેલ ગણપતિજીની મૂર્તિઓ ટાવરચોકમાં ક્રમશઃ એકત્ર થઇ રહેલ જયાં હિન્દુુ સમાજના આગેવાનોએ હારતોરા કરી આવકારી વિસર્જન અર્થે બંદર વિસ્તાર તરફ રવાના કરતા હતા. આ યાત્રામાં ગાઇડલાઇનના પાલન માટે પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત જાળવેલ હતો. શહેરની તમામ મૂર્તિઓનું દરીયામાં સુરક્ષીત રીતે ગાઇડલાઇન મુજબ વિસર્જન કરવા માટે અગાઉથી જ અખીલ ગુજરાત માછીમાર મંડળના પ્રમુખ કિશોરભાઇ કુહાડાના માર્ગદર્શન હેઠળ ખારવા સમાજના યુવાનોએ વ્યવસ્થા કરી રાખી હતી. જે અંગે કિશોરભાઇ કુહાડાએ જણાવેલ કે, કોરોનાને લઇ લોકો એકત્ર ન થાય અને આસ્થાભેર વિધ્નહર્તાની મૂર્તીઓનું દરીયામાં ર્વિસજન કરવા માટે ત્રીસેક જેટલા સ્વયંસેવકોની ટીમ ખડેપગે રાખવાની સાથે બંદરના દરીયા કિનારે દસેક નાની હોડીઓ રાખવામાં આવી હતી. બપોરથી લઇ મોડીસાંજ સુઘીમાં શહેરમાંથી અંદાજે ૩૦૦ જેટલી નાની-મોટી મૂર્તિઓ બંદરના કિનારે પહોંચેલ હતી. જે તમામને સ્વયંસેવકોની ટીમ દ્વારા હોડીમાં લઇ જઇ દરીયામાં ર્વિસજન કરવામાં આવી હતી. તો બપોરથી લઇ બંદરમાં જુદા-જુદા મંડળો વારફરતી ગાઇડલાઇનના પાલન કરતા મૂર્તી સાથે પહોંચી ભીની આંખે અગલે બરસ તુ જલ્દી આના નારા સાથે પ્રાર્થના કરી વિધ્નહર્તાને વિદાય આપતા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews