વેરાવળ પીપલ્સ બેંકે ૩૦૧ લાખનો નફો કરતા સભાસદોને ૧૩ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી

0

સૌરાષ્ટ્રની અગ્રણી વેરાવળ પીપલ્સ બેંકની ૬૨ મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઈન મળી હતી. વર્ષના અંતે બેંકને ૩૦૧ લાખનો ચોખ્ખો નફો થયેલ જેની ફાળવણી કરતા સભાસદોને ૧૩ ટકા ડીવિડન્ડની જાહેરાત કરવામાં આવેલ છે. સારી ગ્રાહક સેવા બદલ પીપલ્સ બેંકને વધુ એક વખત બેંકો બ્લુ રિબન એવોર્ડથી સન્માનિત કરાયેલ છે. બેંક આગામી દિવસોમાં ઉના-રાજકોટ ખાતે નવી બ્રાંચ અને જૂનાગઢમાં વધુ એક બ્રાંચ ખોલવાનું લંક્ષ્યાક ધરાવતી હોવાનું સભામાં જણાવેલ હતું. પ્રવર્તમાન મહામારીમાં સરકારના જાહેરનામાનાં અનુપાલનનાં ભાગરૂપે પીપલ્સ બેંકની ૬૨મી વાર્ષિક સાધારણ સભા એન.એસ.ડી.એલ.નાં પ્લેટફોર્મ ઉપર ઓનલાઇન યોજાયેલ હતી. આ સભા ચેરમેન અશોકભાઈ ગદા, એમડી વિક્રમભાઇ તન્ના, જાે.એમડી. સુનીલભાઇ સુબા, બોર્ડ ઓફ ડીરેકટર્સ શાખા સલાહકાર સમિતિના સભ્યો, જીએમ રજનીકાંત ચંદારાણાની હાજરીમાં વર્ચ્યુઅલ મળી હતી. જેમાં બહોળી સંખ્યામાં સભાસદો જાેડાયેલ હતા. વર્ષના અંતે બેંકની થાપણો ૩૪૩ કરોડ, ધીરાણ ૧૮૦ કરોડ તથા ચોખ્ખો નફો ૩૦૧ લાખનો થયેલ છે. ચોખ્ખા નફાની ફાળવણી કરતા સભાસદોને તેઓના શેરની રકમો ઉપર ૧૩ ટકા ડીવિડન્ડની જાહેરાત કરવામાં આવી છે. ગત વર્ષ દરમ્યાન કોરોના મહામારીની બીજી લહેરમાં પીપલ્સ બેંક પરીવારના ઘણા સભ્યો સંક્રમિત થયેલ જેઓ પૈકી બેંકનાં ભૂતપૂર્વ ચેરમેન વેપારી અગ્રણી ચીમનભાઇ અઢિયાનું અચાનક તથા બેંક કર્મીનું અવસાન થતાં શ્રધ્ધાંજલી પાઠવેલ હતી. આ સભાનું સંચાલન બેંકનાં ડિરેક્ટર ગીરીશભાઇ ઠક્કર દ્વારા કરવામાં આવેલ અને વર્ષાન્તે બેંકની સ્થિતિએ એવિસ પબ્લિકેશન અને ગેલેક્ષી ઇન્મા દ્વારા આયોજિત બેકીંગ ક્ષેત્રનાં પ્રતિષ્ઠિત એવા બેંકો બ્લુ રિબન એવોર્ડથી વધુ એક વખત સન્માનીત કરવામાં આવેલ છે. તા.૩૦-૮-૨૦૨૧નાં રોજ મૈસુર ખાતે આ એવોર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયેલ જેમાં પ્રવર્તમાન સંક્રમણની સ્થિતિ તેમજ સલામતી અને સાવચેતીને ધ્યાને લઇ બેંક વતી રૂબરૂ હાજરી આપવામાં આવેલ ન હતી અને આયોજકો દ્વારા બેંકને એનાયત ટ્રોફી મોકલી આપવામાં આવેલ હોવાનું જણાવેલ છે. પીપલ્સ બેંકને પ્રાપ્ત થયેલ આ સિદ્ધી અને પ્રગતિનો સંપૂર્ણ શ્રેય બેંકનાં બોર્ડ ઓફ ડિરેક્ટરોની નિસ્વાર્થ સેવાઓ, માર્ગદર્શન, કર્મચારીઓનાં અથાગ પરીશ્રમ અને સરળ અને ઝડપી ગ્રાહક સેવા તેમજ સભાસદો અને ગ્રાહકોનાં બેંક પ્રત્યે અતુટ લાગણી તેમજ વિશ્વાસને મળેલ હોવાનું બેંકના જીએમ રજનીકાંત ચંદારાણાએ એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!