થોડા દિવસો પૂર્વે સૌરાષ્ટ્રના જામનગર, જૂનાગઢ, રાજકોટ વગેરે વિસ્તારોમાં એક જ દિવસમાં ૨૨ ઈંચ સુધીની અતિવૃષ્ટિ થઈ હતી અને તેને લીધે અનેક ગામોમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. આવા અતિ ભારે વરસાદને લીધે આવેલા પુરને કારણે કોઈ કોઈ સ્થળે તો લોકોના ઘરમાં પાંચ પાંચ ફૂટ પાણી પણ ભરાઈ ગયા હતા. ઘરવખરી, રસોઈનો સમાન અને અનાજ વગેરે તણાઈ પણ ગયું છે અને નાશ પામ્યું છે. અનેક પશુના પણ મૃત્યુ થયા છે. ખેતીની જમીનોનું પણ ધોવાણ થયું છે. પુર પ્રકોપને લીધે લોકોને અનેક પ્રકારે નુકશાન થવા પામ્યું છે. આ સ્થિતિમાં હર હંમેશની માફક પૂજ્ય મોરારિબાપુએ પોતાની સંવેદના પ્રગટ કરી છે. એમણે સૌરાષ્ટ્રના અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મંગાવી છે અને દાર્જીલિંગ ખાતે ચાલી રહેલી રામકથાની વ્યાસપીઠ તરફથી તુલસી પત્ર રૂપે અસરગ્રસ્ત લોકો માટે શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ફંડમાં રૂપિયા ૨૫ લાખની સહાય મોકલવા જણાવ્યું છે. થોડા સમયમાં ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહતકોશમાં આ રકમ જમા કરવી દેવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews