જૂનાગઢમાં ગઈકાલે મોડી સાંજે છરીનાં ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે છરીનાં આડેધડ ઘા ઝીંકી એક યુવાનની હત્યાનો બનાવ બનવા પામતા ચકચાર જાગી ઉઠી છે. આ બનાવ અંગે મૃતક યુવાનનાં ભાઈએ ગઈકાલે મોડીરાત્રે પોલીસમાં વિધિવત ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ ૩૦ર અંતર્ગત આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે અને આ હત્યા કેસનાં આરોપીને ઝડપી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે અને આરોપી હાથવેંતમાં હોવાનો આશાવાદ વ્યકત થઈ રહયો છે. જૂનાગઢનાં સુખનાથ ચોક વિસ્તાર નજીક આવેલ વાલી-એ-સોરઠ સ્કુલની નજીક ગઈકાલે સાંજનાં ૭ વાગ્યાનાં આસપાસ એક યુવાન લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો અને તેના પેટ, છાતી, માથા સહિતનાં ભાગમાં છરીનાં ઘા લાગવાથી ગંભીર ઈજા પહોંચી હતી. દરમ્યાન સ્થાનીક લોકોને આ બનાવ અંગેની જાણ થતાં ઘાયલ યુવાનને સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જૂનાગઢનાં ખામધ્રોળ રોડ ઉપર રહેતા અંજુમભાઈ ઉર્ફે મુસાભાઈ ઈશાકભાઈ હોથી (ઉ.વ.રપ) નામના આ યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યું થયું હતું અને આ બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બીજી તરફ આ બનાવની જાણ થતાં જ જૂનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઉપરાંત જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા તેમજ ઉચ્ચ અધિકારીઓનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ યુવાનની હત્યા કયા કારણોસર થઈ ? કોણે કરી ? તે સવાલો ઉઠવા પામેલ હતા. દરમ્યાન અંજુમભાઈ ઉર્ફે મુસાભાઈ ઈશાકભાઈ હોથીની હત્યાનાં બનાવ અંગે ખામધ્રોળ રોડ, કેમ્બ્રીજ સ્કુલ પાછળ, યમુનાનગર-ર, પ્લોટ નં.૧ર/બી ખાતે રહેતા ફેઝલભાઈ ઈશાકભાઈ હોથી (ઉ.વ.ર૪)એ રાત્રીનાં ૧૦.૧૦ કલાકે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં મહંમદ ઉર્ફે મમલો ઈબ્રાહીમભાઈ ઉર્ફે નીઢુભાઈ કુરેશી રહે. કુંભારવાડા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી હતી કે, ફરીયાદીનાં મોટાભાઈ અને આ કામનાં મરણજનાર અંજુમભાઈ ઉર્ફે મુસાભાઈ ઈશાકભાઈ હોથી (ઉ.વ.રપ) રહે. જૂનાગઢવાળા સાથે આ કામનો આરોપી અવાર નવાર ઝઘડો કરતો હોય જે વાતનું મનદુઃખ રાખી આ કામનાં આરોપીએ મરણજનાર અંજુમભાઈને છરીથી માથામાં તથા છાતીથી નીચેનાં ભાગે તથા ડાબા પગનાં સાથળમાં આડેધડ ઘા મારી ગંભીર જીવલેણ ઈજાઓ કરી મોત નીપજાવ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે આરોપી વિરૂધ્ધ કલમ ૩૦ર તેમજ જીપીએકટ ૧૩પ મુજબ ગુનો દાખલ કરેલ છે. આ હત્યા કેસનાં બનાવની ઉચ્ચ પોલીસ અધિકારીઓનાં માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ.એમ. વાઢેર, એલસીબીનાં પીઆઈ એચ.આઈ. ભાટી તેમજ વિવિધ પોલીસ ટીમો દ્વારા તપાસની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ હત્યા કેસનો આરોપી હાથવેંતમાં હોવાનું પોલીસને આશાવાદ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!