Wednesday, October 27

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં.૮ની પેટાચૂંટણીમાં રઝાકભાઈ હુસેનભાઈ હાલા વિજેતા

0

જૂનાગઢ મહાનગરપાલિકાની વોર્ડ નં. ૮ની ખાલી પડેલી બેઠક ઉપર રવિવારે પેટાચૂંટણી યોજવામાં આવી હતી અને આજરોજ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી અંકિત પન્નુની ઉપસ્થિતિમાં મતગણતરી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું અને મત ગણતરી પુર્ણ થતાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર રઝાકભાઈ હુસેનભાઈ હાલાને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા. વોર્ડ નં.૮ની યોજાયેલી પેટાચૂંટણીમાં કુલ મત ૭૧પ૮માંથી અશ્વિનપરી છગનપરી ગોસ્વામીને ૬૩૭ મત મળ્યા હતા. જયારે મહેબુબભાઈ યાકુબભાઈ વિઘાને ૩૮૦પ મત મળ્યા હતા. જયારે રઝાકભાઈ હુસેનભાઈ હાલાને ૪પ૭૬ મત મળ્યા હતા. આ ઉપરાંત ૧૪૦ મત નોટામાં ગયા હતા. દરમ્યાન મત ગણતરી કાર્ય પૂર્ણ થતાં વોર્ડ નં.૮ની બેઠક ઉપર રઝાકભાઈ હુસેનભાઈ હાલાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. દરમ્યાન વોર્ડ નં.૮ની પેટાચૂંટણી માટે ત્રિપાંખીયો જંગ હતો. ઉમેદવારો જીતનાં દાવા કરી રહયા હતા. આ દરમ્યાન આજે ચૂંટણી પરીણામ જાહેર થતાં વોર્ડ નં.૮ની બેઠક ઉપર રઝાકભાઈ હુસેનભાઈ હાલા વિજેતા બનતા તેમના ટેકેદારો અને ચાહકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. વિજેતા રઝાકભાઈ હાલાને અભિનંદનની વર્ષા સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!