જૂનાગઢનાં બહુ વગોવાયેલા રસ્તામાં ફરી એકવાર ટ્રક ખૂચી ગયો !

0

જૂનાગઢ શહેરનાં તમામ રસ્તાઓ ધુળીયા બની ગયા છે. રાજમાર્ગો ઉપરથી પસાર થતી વખતે રાહદારી, વાહનચાલકોને ખૂબ જ મોટી તકલીફો વેઠવી પડે છે. વરસાદને કારણે ઠેક-ઠેકાણે ખાડાઓ પડી ગયા છે. રસ્તાઓનું ટકાઉપણું તુટી ગયું છે(કયારે મજબુત રસ્તા બનાવ્યા હતા !) તેમજ રસ્તા ઉપર જે મટીરીયલ વાપરવામાં આવ્યું છે તે રેતી, કાંકરી બહાર આવી ગઈ છે. વરસાદ રહી જતા હવે સુકા વાતાવરણમાં ધુળની ડમરીઓ ઉડે છે. રસ્તા ઉપર રેતીનાં ઢગલા વચ્ચે વાહનો સ્લીપ થાય છે અને સતતને સતત અકસ્માતો થતા રહે છે. ભારે વાહનો અવાર-નવાર રસ્તાઓમાં ખૂચી જવાનાં બનાવો સતત વધી રહ્યા છે. આજે પણ જૂનાગઢનાં ગાંધીગ્રામ વિસ્તારમાં એક ટોરસ ટ્રક રસ્તામાં ખૂચી ગયેલો જાેવા મળે છે. આવા બનાવો તો વારંવાર બને છે ત્યારે આ અંગે જૂનાગઢ મનપા તંત્ર તાત્કાલીક કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે.

વણઝારી ચોકથી જેનેલી શોપીંગ સેન્ટર સુધીનાં રસ્તામાં વારંવાર ટ્રાફીકની સમસ્યા

જૂનાગઢ શહેરમાં હાલ રસ્તાની સમસ્યાથી નગરજનો પીડાઈ રહ્યા છે. આ ઉપરાંત વારંવાર એવો મુદ્દો ઉઠાવવામાં આવે છે કે, જૂનાગઢ શહેરમાં આવેલા સાતસહેલી જેવા રેલ્વે ફાટકો તેમજ જાેષીપુરાનું ફાટક અવર-જવર કરવા માટે લોકોને મુશ્કેલીજનક બને છે. આ સમસ્યા તો છે જ પરંતુ સાથે જ ફાટક કરતા પણ વધુ સમસ્યા હોય તો જૂનાગઢનાં એમજી રોડ ઉપર કે જયાં સતત વાહનોની અવર-જવર રહે છે. આ જગ્યાએ વણઝારી ચોકથી જેનેલી શોપીંગ સેન્ટર સુધીનાં રસ્તામાં અનેકવાર ટ્રાફીકજામનાં દ્રશ્યો સર્જાય છે તેનો કોઈ ઉકેલ ખરો ? તેવો સવાલ જનતામાંથી ઉઠી રહ્યો છે. ટ્રાફીક બ્રાંચ દ્વારા પિકઅપ અવર્સમાં આ વિસ્તારમાં ટ્રાફીક નિયમન ગોઠવવા લોકોની માંગણી ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!