આસો માસની નવરાત્રી શરૂ થવાને હવે ગણતરીનાં દિવસ બાકી રહયા છે ત્યારે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં નવરાત્રીનાં આગમનને વધાવવા તૈયારી શરૂ થઈ ચુકી છે. માતાજીની આરાધના માટે ચાંદલા, કંકુ, ચુંદડી અને આભુષણોનું વેચાણ થઈ રહયું છે. આ ઉપરાંત પ્રત્યેક ઘરે માતાજીની પુજા માટે ગરબો પધરાવવામાં આવતો હોય છે. માટીના સુંદર મજાનાં ગરબા માટીકામનાં કારીગરો દ્વારા બનાવવામાં આવતા હોય છે જેને બજારમાં મુકવામાં આવેલ છે. જૂનાગઢનાં વિવિધ વિસ્તારોમાં ગરબા વેચાણ ચાલુ છે. તા. ૭ ઓકટોબરથી નવરાત્રીનો પ્રારંભ થઈ રહયો છે ત્યારે જાત-જાતનાં અને ભાત-ભાતનાં ગરબા આવી ગયા છે. રૂા.૩૦થી લઈ રૂા.૧રપ સુધીનાં ગરબા વેચાઈ રહયા છે. દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લામાં નવરાત્રી મહોત્સવને ઉજવવા ગરબી મંડળનાં સંચાલકો પણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તૈયારી કરી રહયા છે. ર૦૧૯માં જૂનાગઢ શહેરમાં મહાનગરપાલિકા કચેરી ખાતે ૧ર૭ શેરી ગરબી નોંધાઈ હતી. ર૦ર૦માં ગરબી થઈ ન હતી અને આ વર્ષે સરકાર દ્વારા છૂટ મળી છે ત્યારે પ્રાચીન શેરી ગરબી કેટલી થાય છે તે જાેવાનું રહયું. દરમ્યાન શહેરનાં વિવિધ વિસ્તારોમાં પ્રાચીન ગરબીનાં આયોજકો દ્વારા નવરાત્રીની તૈયારી શરૂ કરી દીધી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews