પેટ્રોલ-ડીઝલ-સીએનજી-પીએનજી-રાંધણગેસ સહિતનાં વધતા સતત ભાવ, પ્રજા લાચાર

0

પેટ્રોલ અને ડીઝલ બાદ સીએનજીના ભાવોમાં પણ ભડકો થયો છે. સોમવારે સીએનજીના ભાવમાં વધુ રૂા.૧.૬૩નો વધારો ઝીંકવામાં આવતા ભાવ રૂા.૬૧.૪૯ ઉપર પહોંચી ગયા છે. આ સાથે જ સીએનજીના ભાવ ૧૦ દિવસમાં જ રૂા.૫.૧૯નો તોતિંગ વધારો થયો છે. સીએનજીના ભાવોમાં થઈ રહેલા સતત વધારાના પગલે રીક્ષા ચાલકોની સ્થિતી કફોડી બની છે અને હવે તેઓ રીક્ષાના ભાડામાં વધારા માટે તિવ્ર માંગ કરી રહ્યા છે. આ મુદ્દે આગામી સપ્તાહમાં રીક્ષા ચાલકોને મિટીંગ માટે બોલાવવાની ખાતરી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે ત્યારે હવે સીએનજીના ભાવોમાં પણ સતત વધારો થઈ રહ્યો હોવાનું જાણવા મળે છે. સીએનજીના ભાવમાં સૌપ્રથમ ૨ ઓક્ટોબરના રોજ રૂા.૨.૫૬નો જંગી વધારો કરવામાં આવ્યા હતો. અમદાવાદમાં સીએનજીનો ભાવ રૂા.૫૬.૩૦ હતા, જે વધારા બાદ રૂા.૫૮.૮૬ ઉપર પહોંચી ગયા હતા. જાેકે, આ વધારા બાદ પણ ૬ ઓક્ટોબરના રોજ ફરી રૂા.૧નો વધારો કરવામાં આવ્યો હતો. જેથી સીએનજીના ભાવ રૂા.૫૯.૮૬ થયા હતા. આ બે વધારાની કળ હજુ વળી નથી ત્યાં ૧૧ ઓક્ટોબરના રોજ ફરી સીએનજીના ભાવમાં રૂા.૧.૬૩નો વધારો કરી દેવામાં આવ્યા છે. જેના પગલે હવે સીએનજીના ભાવ રૂા.૬૧.૪૯ થઈ ગયા છે. આમ, ૨ ઓક્ટોબરથી લઈને  ૧૧ ઓક્ટોબરના ૧૦ દિવસના ટૂંકા ગાળામાં જ સીએનજીના ભાવમાં રૂા.૫.૧૯નો વધારો કરવામાં આવ્યો છે. સીએનજીના ભાવમાં સૌપ્રથમ રૂા.૨.૫૬નો વધારો કરવામાં આવ્યો ત્યારે રીક્ષા ચાલક એસો. દ્વારા મુખ્યમંત્રીને મળીને રીક્ષાના ભાડા વધારવા માટે રજૂઆત કરી હતી.  જાેકે, આ અંગે ર્નિણય આવે તે પહેલા જ બે વખત સીએનજીના ભાવ વધી ગયા છે. હવે રીક્ષા ચાલકો દ્વારા મિનિમમ ભાડું રૂા.૧૫થી વધારીને રૂા.૨૦ કરવામાં આવે અને ત્યારબાદ દર કિ.મી.નું ભાડુ રૂા.૧૦થી વધારીને રૂા.૧૫ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.  રીક્ષા ચાલકો દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રીને મળીને રીક્ષાના ભાડામાં વધારા માટે રજૂઆત કરી હતી. ત્યારે તેમને અલગથી મળીને સાંભળવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ મુદ્દે રીક્ષા ચાલકોને બોલાવવામાં આવ્યા ન હતા. જેના પગલે રીક્ષા ચાલકો નારાજ થયા છે. રીક્ષા ચાલકો દ્વારા ભાડા વધારા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી છે અને જાે તેમના પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રીક્ષા ચાલકોના આક્રોશના પગલે સપ્તાહમાં સરકાર દ્વારા તેમને મળવા બોલાવવાની ખાતરી આપી હોવાનું જાણવા મળે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!