કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે કોરોનાનાં ૧૭ કેસનો રાફડો ?

0

જૂનાગઢ જીલ્લાનાં કેશોદ તાલુકાનાં મેસવાણ ગામે બે દિવસમાં ૩ વિદ્યાર્થી સહિત ૧૭ વ્યકિતઓને કોરોના આવ્યો હોવાનાં ચોંકાવનારા અહેવાલ અંગે ભારે ચર્ચાઓ થઈ રહી છે. જાે કે સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવેલ છે તેમાં કેશોદ પંથકનાં બે કોરોના કેસ દર્શાવવામાં આવ્યા છે. બીજી તરફ મેસવાણ ગામે કુમાર પે શાળામાં તા.૧૬ સુધી રજા જાહેર કરવામાં આવી છે. ગામ લોકોમાં ભયનું વાતાવરણ છે. સૌરાષ્ટ્ર ભૂમિની ટીમ દ્વારા સત્ય હકિકત શું છે તે અંગે માહિતી પ્રાપ્ત કરતા ગામનાં સરપંચે મેસવાણમાં ૧૭ જેટલા કોરોના કેસ હોવાનું જણાવેલ છે.  નવરાત્રીની ઉજવણી થઈ રહી છે. દિવાળીનાં દિવસો નજીક આવી રહયા છે, તહેવારોની સાવચેતી સાથે ઉજવણી કરવા અંગે નિષ્ણાંત તબિબો દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવે છે. આ દરમ્યાન કોરોનાનું આક્રમણ જૂનાગઢ જીલ્લામાંથી નાબુદ થઈ રહયું હોય તેવા રોજ રોજનાં રીપોર્ટ વચ્ચે પણ કેશોદમાં છેલ્લા અઠવાડીયામાં બે-બે કેસ સત્તાવાર દર્શાવવામાં આવે છે. ગઈકાલે પણ જૂનાગઢ જીલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસોની જે વિગત આપવામાં આવી છે તેમાં કેશોદ ખાતે ફકત માત્ર બે કેસ જ દર્શાવેલ છે અને બીજી તરફ ૧૭ જેટલા કેસો કોરોનાનાં હોવાનું મેસવાણમાંથી બહાર આવેલ છે. સૌરાષ્ટ્ર ભૂમિની ટીમે આજે કેશોદનાં મેસવાણ ગામે મુલાકાત લીધી હતી. પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કે જવાબદાર તંત્રનાં કોઈ અધિકારીઓ કોરોનાનાં કેસ અંગેની કોઈ હકિકત આપવા તૈયાર નથી, સરકારી તંત્ર મૌન છે તો બીજી તરફ મેસવાણ ગામનાં સરપંચ રમેશ વશરામભાઈ લાડાણીએ સૌરાષ્ટ્ર ભૂમિને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસ થયા કોરોનાનાં કેસનો ઉભરો આવ્યો છે. પ્રથમ દિવસે ૭ કેસ અને ગઈકાલે સોમવારે ૧૦ કેસ મળી ૧૭ કેસ થયા છે. જેમાં નાના બાળકોને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે જેને લઈને મેસવાણ ખાતે આવેલી કુમાર પે-શાળામાં તા.૧૬ સુધી રજા જાહેર કરવામાં આવી છે. પરંતુ બાળકોને કોરોના અંગેનાં ટેસ્ટીંગ માટે સ્કુલમાં જ બોલાવવામાં આવ્યા છે તે અંગે પણ ગામ લોકોમાં વિરોધ ઉઠી રહયો છે. બાળકોનું ટેસ્ટીંગ કરવું હોય તો પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર ખાતે બોલાવવા જાેઈએ. વધુમાં કેશોદ તાલુકાનાં નાના એવા ગામ મેસવાણમાં બિનસત્તાવાર રીતે મળતા અહેવાલ અનુસાર ૧૭ જેટલા કોરોનાનાં કેસને લઈને ગ્રામજનોમાં ચિંતાની લાગણી ઉઠવા પામી છે. સંબંધિત આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલીક અસરથી યોગ્ય કાર્યવાહી તેમજ આરોગ્ય વિષયક પગલા ભરવાની માંગ પણ ઉઠી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!