જૂનાગઢ શહેરમાં કોરોના મહામારીના કેસ બંધ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જાેકે, હવે ડેન્ગ્યુ જેવી વાઇરલ બિમારીનો ફેલાવો પવનની ઝડપે વધી રહ્યો છે. શહેરનો જાેષીપરા વિસ્તાર ડેન્યુની વાઇરલ બિમારીમાં સપડાયો છે. જાેષીપરાના ગણેશનગરમાં સ્થાનિક લોકોના કહેવા મુજબ ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાયા છે. ગણશેનગરમાં આંગણવાડીની બાજુમાં જ ગંદા પાણીનો જમાવડો થયો છે. ઉપરાંત કચરાના પણ ઢગલા થાય છે. જેને હટાવવાની કે ગંદા પાણીના નિકાલની કોઇ કામગીરી કરાતી નથી. જાેકે, આ બિમારીથી જાણે આરોગ્ય તંત્ર અજાણ હોય તેમ સારવાર માટે કોઇ કાર્યવાહી હાથ ધરાઇ જ નથી. આમ, ડેન્ગ્યુ દેખાયો પરંતુ સ્થાનિક લોકોના આરોગ્યની ચકાસણી કરવા માટે આરોગ્ય વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓ ડોકાયા પણ નથી. બીજી તરફ કોર્પોરેટર પણ મોઢા બતાવતા નથી. પરિણામે સ્થાનિક લોકો રોષે ભરાયા હતા. દરમ્યાન ગણેશનગરની આંગણવાડીની તેડાગર મહિલા પણ કોરોનામાં સપડાઇ છે. ત્યારે અન્ય બાળકો પણ ડેન્ગ્યુનો શિકાર ન બને તે માટે સ્થાનિક લોકો ગણેશનગરની આંગણવાડીએ ધસી ગયા હતા અને આંગણવાડીને તાળા મારી દીધા હતા. એટલું જ નહિ જ્યાં સુધી સફાઇ ન થાય, પાણીનો નિકાલ ન થાય ત્યાં સુધી આંગણવાડી બંધ રાખવા જણાવ્યું હતું. આ વિસ્તારમાં ડેન્ગ્યુનો પગપેસારો મજબૂત રીતે થઇ ગયો છે. ૪૦ જેટલા લોકો ડેન્ગ્યુ પોઝિટીવ છે. નથી આરોગ્ય વિભાગના લોકો દેખાતા કે નથી આ વિસ્તારના કોર્પોરેટર દેખાતા. છેલ્લા ૮ દિવસથી ડેન્ગ્યુના કેસ આવી રહ્યા છે. સ્થાનિક લોકો મજેવડી દરવાજા પાસેની લેબોરેટરીમાં તેમજ સિવીલમાં રિપોર્ટ કરાવી આવ્યા છે જેમાં ડેન્ગ્યુ પોઝિટીવ આવ્યા છે. એકલા માધવ એપાર્ટમેન્ટમાં જ ૮ કેસ છે. વધુમાં ડેન્ગ્યુનો રોગચાળો ફેલાઇ રહ્યો છે. ત્યારે આ મામલે સ્થાનિક લોકોએ કોર્પોરેટરનો સંપર્ક કરવા પ્રયાસ કર્યા છે પણ તેઓ ફોન પણ ઉપાડતા નથી. આ વિસ્તારના અનેક લોકોને તો કોર્પોરેટરના નામ પણ ખબર નથી. કારણ કે, કોર્પોરેટર દેખાતા જ નથી તેવી ફરિયાદ ઉઠી છે. ગણેશનગર આંગણવાડી પાસે જ કેટલાક લોકો કચરો ફેંકે છે. મહાનગરપાલિકા તેને કચરો જાહેરમાં ફેંકતા અટકાવતું નથી કે નથી સફાઇ કરતું. વરસાદી પાણીના પણ તળાવડા ભરાયા છે જેથી મચ્છરનો ઉપદ્રવ વધી જતા ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews