જૂનાગઢનાં ઉપલા દાતાર ખાતે તથા નિચલા દાતાર ખાતે આગામી તા. ૧૬-૧૦-૨૧થી હઝરત જમિયલ શાહ દાતારનો ઉર્ષ શરૂ થઈ રહેલ હોય, જે અનુસંધાને ઈન્ચાર્જ મામલતદાર શ્રી અંટાળાની અધ્યક્ષતામાં સિટી મામલતદાર કચેરી ખાતે બેઠક મળેલ હતી. જેમાં ચાલું વર્ષે ઉર્ષ સાદગી પૂર્ણ રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવેલ હતું અને ફક્ત પરંપરાગત રીતે ધાર્મિક વિધિ કરવામાં આવશે. જેમાં પ્રથમ દિવસે તા. ૧૬-૧૦-૨૧ શનિવારે સંદલ વિધિ(ચંદન વિધિ), તા.૧૭-૧૦-૨૦૨૧ રવિવારે મહેંદી (દીપમાળા), તા.૧૮-૧૦-૨૧ સોમવારે ઉર્ષ, મંગળવારે આરામ અને બુધવારે પુર્ણાહુતી થશે. ચાલુ વર્ષે કોરોના અંતર્ગત મેળાનું આયોજન થશે નહિ જેથી બહારથી આવતા ધંધાર્થીઓએ આવવું નહી તેમ ચર્ચા વિચારણાના અંતે નક્કી કરવામાં આવેલ હતું. આ બેઠકમાં મુન્નાબાપુ કાદરી, બટુકભાઈ મકવાણા, સમીર કાદરી, જિશાન હાલેપોત્રા, ફિરોજ શૈખ, ઉમરભાઈ હાલેપોત્રા, સોહેલ સિદ્દીકી તથા એ ડિવિઝનના પી.એસ.આઇ દત્ત્તા હાજર રહેલ હતા. ઉપલા દાતાર ખાતે સંદલ વિધી નિયમ મુજબ યોજાનાર છે તેમ ઉપલા દાતારબાપુનાં ભિમબાપુએ એક નિમંત્રણ પત્રીકામાં જણાવ્યું છે. ઉર્ષ માટે તૈયારીઓ શરૂ કરી દેવાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews