જૂનાગઢમાં એપાર્ટમેન્ટમાંથી રૂા. ૬.૪૯ લાખનાં માલમત્તાની ચોરી કરનાર ભત્રીજી ઝડપાઈ

0

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ એક એપાર્ટમેન્ટનાં બ્લોકમાંથી રૂા. ૬.૪૯ લાખના મુદામાલની ચોરી કરનાર મહિલાને એલસીબીએ પકડી પાડી તેની પાસેથી દાગીના વેંચ્યા તેના રૂપિયા ચાર લાખ કબ્જે કર્યા હતાં. આ પૈસા તેના કાકીના ઘરમાંથી દાગીના ચોરી કરી વેંચ્યા હોવાની કબુલાત આપી હતી. જૂનાગઢનાં ઝાંઝરડા રોડ ઉપર આવેલ કલ્પવૃક્ષ એપાર્ટમેન્ટમાં બ્લોક નં. ૭૦૩માં રહેતા સોનલબેન હેમેન્દ્રભાઈ ગદાનાં ફલેટમાં તા. ૮-૮-ર૧નાં રોજ ચાવી વડે કબાટ ખોલી તેમાંથી રૂા. ૬.ર૪ લાખનાં દાગીના તથા રૂા. રપ હજાર રોકડા મળી કુલ રૂા. ૬.૪૯ લાખનાં મુદામાલની ચોરી થઈ હતી. આ મામલે સોનલબેન ગદાએ સરાદારબાગ રોડ ઉપર રહેતી પ્રિયા ફેઝલ સોખડા સામે ફરીયાદ નોંધાવી હતી. જેનાં આધારે એલસીબીએ તેને રૂપિયા ચાર લાખ સાથે પકડી લઈ પુછપરછ કરતાં તેણીએ પોતાનાં કાકીનાં ઘરમાંથી ચોરી કરી દાગીના વેંચી નાંખ્યા હતાં. તેનાં પૈસા હોવાની કબુલાત આપી હતી. એલસીબીએ પ્રિયા સોખડાને હસ્તગત કરી બી ડીવીઝન પોલીસને સોંપી આપેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!