જૂનાગઢમાં માર્કેટીંગ યાર્ડ પાસે કસ્તુરબા કોલોની શેરી નં.૬માં રહેતા ચંદ્રીકાબેન ધીરૂભાઈ કુંવરદાસ (ઉ.વ.૪પ)એ ભરતભાઈ કુછડીયા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ચંદ્રીકાબેનનું બર્ગમેન મો.સા. નં. જીજે-૧૧ સીજી – રપ૩૧ રૂા. ૧ લાખ ૯૦ હજારની કિંમતનું આ કામના આરોપી ફરીયાદીને વિશ્વાસમાં લઈ હમણા પાછું આપી જઉ છું તેમ કહી ચાવી માંગી મોટર સાયકલ લઈ જઈ ફરીયાદીને પાછુ નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. જયારે આવો જ એક છેતરપીંડીનો બનાવ આરોપી સામે કેશોદ પોલીસમાં પણ નોંધાયો છે જેમાં કેશોદ તાલુકાનાં અખોદર ગામના ખીમાભાઈ વરજાંગભાઈ ધામણચોટીયા (ઉ.વ.પ૦)એ ભરતભાઈ દેવાભાઈ કુછડીયા રહે. કસ્તુરબા કોલોની જૂનાગઢ વાળા વિરૂધ્ધ નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે, આરોપીએ ફરીયાદીને અલગ અલગ સમયે વિશ્વાસમાં લઈ અને ફરીયાદીએ પોતાનો ટ્રક વેચવાનો હોય તેથી આરોપીએ ફરીયાદીને આપવાનાં સુથી પેટેનાં પ૦ હજાર રૂપિયા તેમજ ટ્રક વેચાણ લીધેલનું લખાણ કરાવી લઈ તેમજ સુથી તથા ટ્રકની કિંમત બંને મળી કુલ રૂા. ૬ લાખ તથા મોટર સાયકલ એકસીસ નં. જીજે-૧૧-સીજી-૧૧પ૧ રૂા. ૪૦ હજારની કિંમતનું તેમજ ટ્રેકટર જીજે-૧૧ સીડી – ૪ર૪૧ રૂા. ૬ લાખની કિંમતનું ફરીયાદીનાં નામનું કંપનીમાંથી લઈ લોનનાં હપ્તા નહી ભરી તથા સોનાનો હાર આશરે ૪ તોલાનો રૂા. ૧ લાખનો જે રૂા. ૬૦ હજારની અવેજીમાં આપેલ જે પરત નહી આપી તથા બે કોરા ચેક મળી કુલ રૂા.૧૩,૪૦,૦૦૦નો માલ સામાન લઈ જઈ ફરીયાદીને પરત નહી આપી અને વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews