૧૦૦ કરોડ લોકોને રસીકરણનાં બંને ડોઝ પૂર્ણ થયા બાદ  પ્રથમ ૧૦૦ વ્યકિતને ગિરનાર રોપ-વેની યાત્રા ફ્રીમાં કરાવવાની જાહેરાત કરાઈ

0

કોરોના વિરોધી રસીકરણનાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થશે ત્યારે જે લોકોએ રસીનાં બંને ડોઝ લીધા હશે તેવી પ્રથમ ૧૦૦ વ્યકિતને જૂનાગઢ ખાતે આવેલી રોપ-વે યાત્રા ફ્રીમાં કરી આપવામાં આવશે તેવી જાહેરાત ઉષા બ્રેકો કાું. દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢ નજીક આવેલા ગિરનાર ક્ષેત્રમાં તળેટીથી અંબાજી માતાજીનાં મંદિર સુધીનો એશિયાનો સૌથી મોટો રોપ-વે કાર્યરત છે અને આ રોપ-વેની યાત્રા કરી અને અંબાજી માતાજીનાં દર્શનનો લાભ શ્રધ્ધાળુઓ, ભાવિકો અને મહાનુભાવો લઈ રહયા છે. અને પ્રવાસી જનતા માટે રોપ-વે અને અંબાજી મંદિર આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં કોરોનાનાં રોગચાળામાંથી મુકત કરવા માટેનું રસીકરણ અભિયાન ચાલી રહયું છે અને હાલ ૯૮.પ૦ કરોડ લોકોને રસીકરણ સંપન્ન થયું છે ત્યારે આ રસીકરણ અભિયાનમાં સહયોગ આપવાનાં ભાગરૂપે ઉષા બ્રેકો કાું. દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે ૧૦૦ કરોડ લોકોને રસીકરણનાં બંને ડોઝ લેવાય જાય ત્યારે પ્રથમ ૧૦૦ વ્યકિતઓને ગિરનાર રોપ-વેની યાત્રા ફ્રીમાં કરાવી આપવાની જાહેરાત કરી છે. અત્રે નોંધનીય છે કે અહીં આવતા યાત્રાળુઓને માટે ઉષા બ્રેકો કાું.નાં હેડ દિપક કપલીશનાં માર્ગદર્શન હેઠળ ભવનાથ તળેટી ખાતે રોપ-વેનાં ઈન્ચાર્જ એચ.એમ. પટેલ અને ટીમ દ્વારા સુંદર સુવિધા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!