જૂનાગઢ તાલુકાનાં ઈવનગર પાસે મેટાડોર અને બાઈક વચ્ચે અકસ્માત : કાકા-ભત્રીજાનું મૃત્યું

0

જૂનાગઢ તાલુકાનાં ઈવનગર પાસે ગત મોડી રાત્રીનાં એક અકસ્માતનો બનાવ બનવા પામેલ હતો. મેટાડોર અને બાઈક વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બેનાં મૃત્યું થયા હતાં. આ બનાવ અંગે પોલીસમાંથી મળતી વિગત અનુસાર મેંદરડા તાલુકાનાં રહેવાસી એવા બે યુવાનો રહીમ ચોટીયારા અને તાલીબ ચોટીયારા દાતાર ઉર્ષનાં મેળામાં આવતા હતાં આ દરમ્યાન ઈવનગર પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં મેટાડોર અને બાઈક વચ્ચે આ અકસ્માત સર્જાતા બંને યુવાનો ગંભીર રીતે ઘવાયા હતાં. આ અકસ્માતમાં બંનેનાં કરૂણ મૃત્યું થયા હતાં. બંને કાકા-ભત્રીજા થતાં હોય તેઓનાં અકસ્માતથી મૃત્યુંના પગલે શોક અને અરેરાટીની લાગણી વ્યાપી ગઈ છે. મેટાડોર ચાલક અકસ્માત સર્જી અને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતનાં બનાવ અંગેની જાણ થતાં તાલુકા પોલીસનો કાફલો બનાવનાં સ્થળે દોડી ગયેલ છે અને ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!