જૂનાગઢ સહિત સોૈરાષ્ટ્રમાં લોકો દિવાળીનાં તહેવારોની ઉજવણીની તૈયારીઓમાં પડી ગયા છે. બીજી તરફ ગિરનારક્ષેત્રની ૩૬ કિ.મી.ની ગિરનાર ફરતેની લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે ચર્ચાઓ થઈ રહી છે. ર૦ર૦માં કોરોનાનું આક્રમણ થતા તમામ પ્રકારનાં મેળાવડા ઉપર પ્રતિબંધ મુકાયો હતો અને જેને લઈને શિવરાત્રીનાં મેળો, પરિક્રમા વિગેરે બંધ રહ્યા હતા. દરમ્યાન હાલ સરકારે સામાજીક મેળાવડાઓમાં ૪૦૦ વ્યકિતઓને છુટ આપી છે ત્યારે આ વર્ષે ગિરનારની લીલી પરિક્રમાને છુટ મળશે કે કેમ ? તેવો સવાલ ઉઠવા પામી રહ્યો છે. જાેકે, આ વર્ષે શિવરાત્રીનો મેળો પણ શુકન પુરતો જ સાધુ-સંતોનો મેળો બની રહ્યો હતો. જયારે હવે દેવ દિવાળીનાં દિવસથી પરિક્રમા શરૂ થતી હોય છે ત્યારે આ વર્ષે પરિક્રમા થશે કે નહી તે અંગે અવઢવ જેવી સ્થિતિ જાેવા મળી રહી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews