ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતાએ રાજીનામું આપ્યા બાદ નેતાગીરી વિનાની કોંગ્રેસને ફરીથી બેઠી કરવા માટે અને સંગઠનમાં પ્રાણ ફૂંકવા નવી નિમણૂંકો કરવાનું નક્કી કર્યું છે. આ માટે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓ દિલ્હીમાં પહોંચ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અને ગુજરાતના નવનિયુક્ત પ્રભારી ડોક્ટર શર્મા સાથે બેઠક યોજવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ પદ માટે હાર્દિક પટેલ અને શકિતસિંહ ગોહિલના નામની ચર્ચા કરવામાં આવી હતી. જાણવા મળ્યા મુજબ કેટલાક સિનિયર નેતાઓએ હાર્દિક પટેલને પ્રમુખ બનાવવા સામે વિરોધ નોંધાવ્યો હતો. જાેકે આ બંને નેતાઓએ પ્રમુખ બનવા માટે ઇન્કાર કરી દેતાં હવે નવા નામની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાત કોંગ્રેસમાં નવા કેપ્ટનની શોધમાં દિલ્હીમાં ભારે મનોમંથન ચાલી રહ્યું છે. દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા તથા સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલની હાજરીમાં રાહુલ ગાંધી સાથે બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ ભરતસિંહ સોલંકી, હાર્દિક પટેલ, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, અમી યાજ્ઞિક તથા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિતના ચારેક ધારાસભ્યો તથા જીગ્નેશ મેવાણી રાહુલ ગાંધીના નિવાસ સ્થાને હાજર રહ્યા હતા. સૌપ્રથમ આ નેતાઓ સાથે વન ટુ વન બેઠક યોજવામાં આવી હતી, ત્યારબાદ એક સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે હાર્દિક પટેલના નામની કરવામાં આવી હતી, પરંતુ હાર્દિક પટેલને લઈને ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા સહિતના કેટલાક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. હાર્દિક પ્રદેશ અધ્યક્ષ બને તો આ તમામ નેતાઓએ રાજીનામું આપવાની ચીમકી આપી હતી. એક ચર્ચા એવી પણ જાગી હતી કે હાર્દિક પટેલે પ્રમુખ પદનો કાંટાળો તાજ પહેરવાનો ઇન્કાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર હાર્દિક પટેલને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવવામાં આવે તેેના ઉપર પણ ચર્ચા થઈ હતી. બીજી તરફ હાર્દિક પટેલના ઈન્કાર બાદ શક્તિસિંહ ગોહિલના નામની પણ ચર્ચા કરવામાં આવી હતી પરંતુ તેમણે પણ પ્રમુખ પદ માટે ઈન્કાર કરી દીધો હોવાનો જાણવા મળ્યું છે. રાહુલ ગાંધીના નિવાસ્થાને સવારે દસ વાગ્યે શરૂ થયેલી બેઠક બપોરે બે વાગ્યા સુધી સતત ચાર કલાક ચાલી હતી. બેઠકના અંતે રાહુલ ગાંધીએ દિવાળી પહેલા પ્રદેશ પ્રમુખ વિરોધ પક્ષના નેતા સહિત સંગઠનમાં નવી નિમણૂંકો કરવામાં આવશે તેની ખાતરી આપી હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews